વાલીઓ આનંદોઃ ફી નિયમન સમિતિએ બોલાવ્યો સપાટો, ફી કરવી પડશે પરત

Update: 2018-12-08 06:03 GMT

રાજકોટમાં કેટલીક સ્કૂલોની ફીમાં ઘટાડો તો કેટલીક સ્કૂલો દ્વારા ફી રીફંડ આપવામાં આવશે

રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી ફી અંગે છેલ્લાં કેટલાંય સમયથી વાલિઓ લડત ચલાવી રહ્યા છે. જેને લઈને રાજ્ય સરકારે ફી નિયમન સમિતિ પણ અમલ કરી હતી. છતાં પણ ખાનગી શાળા સંચાલકો એકના બે થવા તૈયાર નહોતા અને પોતાની મનમાની ચલાવી રહ્યા હતા. ત્યારે હવે ફી નિયમમન સમિતિએ કડક વલણ દાખવતાં કેટલીક સ્કૂલોએ ફીર પરત કરવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં રાજકોટની 35 સ્કૂલોને ફી પરત કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રભરના દસ જિલ્લાઓની 6000 થી પણ વધારે શાળાઓના ફીનું નિર્ધારણ કરતી કાર્યરત રાજકોટ ઝોનની ફી નિર્ધારણ સમિતિનું કાર્ય ઝડપભેર થઈ રહ્યું હોય તેવું સામે આવ્યું છે.

ફી નિયમન સમિતિ દ્વારા 10 જિલ્લાઓની 3500 થી પણ વધારે શાળાઓની એફિડેવિટના કેસોનો નિકાલ કરી ફીનું નિર્ધારણ વર્ષ 18-19 માટે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફી નિયમિત સમિતિ દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 31-7-2018 સુધીમાં શાળાઓની દરખાસ્તના નિકાલ કાર્ય પણ પુર જોશમાં આગળ વધી રહી છે.

ફી નિર્ધારણ સમિતિ દ્વારા આશરે 250 જેટલી લેટ દરખાસ્ત માંથી 100 થી પણ વધારે શાળાનું હિયરિંગ કાર્ય ચાલી રહી છે. તેમજ 35 જેટલી દરખાસ્ત શાળાઓનું ફી નિર્ધારણ પણ કરી નાખવામાં આવી છે. જેમાં રાજકોટની નૉર્થ સ્ટાર સ્કૂલ, રાજકુમાર કોલેજ, પોદાર ઇન્ટરનેશનલ, સનફલાવર સ્કૂલ, સુભમ સ્કૂલ, શ્રી હરિ સ્કૂલ, બી.કે.ઈંગ્લીશ સ્કૂલ, રાજમંદિર માધ્યમિક સ્કૂલ, ટાઈમ્સ સ્કૂલ, અક્ષર સ્કૂલ, સાગર પ્રાઈમરી સ્કૂલ, ઘ લોટસ ઈંગ્લીશ સ્કૂલ, આર્ય વિદ્યાપીઠ, સેંટ મેરી સ્કૂલ-ગોંડલ, સર્વેશ્વર વિદ્યામંદિર, આત્મીય સ્કૂલ ઓફ સાયન્સ, આત્મીય શિશું વિદ્યામંદિર, સુહાર્દ બાલમંદિર વગેરે સ્કૂલનું ફી નિર્ધારણ કરવામાં આવ્યું છે.

રાજકુમાર કોલેજને રૂપિયા 2.50 કરોડનું રીફન્ડ આપવા હુકમ કરવામાં આવ્યો છે. નિર્મલા કોન્વેન્ટ સ્કૂલને 75 લાખનું રીફન્ડ આપવાનો થયો હુકમ. તો પોધર સ્કૂલમાં 4 થી 5 હજારનો ઘટાડો થશે. નૉર્થ સ્ટાર સ્કૂલની ફીમાં 65 હજારથી 1.20 લાખ સુધીનો ધટાડો. ટી.એન.રાવ સ્કૂલમાં ની ફીમાં 65 લાખ નો ઘટાડો કરવા આદેશ અપાયા છે. આત્મીય સ્કૂલ ને 35 લાખનું રીફન્ડ આપવા હુકમ બાકીની અન્ય સ્કૂલ નું ફી નિર્ધારણ નીક્કી કરાયું છે.

Tags:    

Similar News