રાજકોટ : ૭૫ લાખની કારના માલિકે ૪૦ રૂપિયાનો ટોલ ન ભરવા કરી નાખી હદ પાર, જાણીને ચોંકી ઉઠશો

Update: 2020-02-16 10:02 GMT

રાજકોટ જિલ્લાના ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝા પર ફરી એક વખત માથાકૂટ થઈ છે. માત્ર 40 રૂપિયા જેવી નજીવી રકમ માટે રિવોલ્વર બતાવી દાદાગીરી કરતો સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે.

40 રૂપિયાના ટોલ ન ભરવા રેન્જરોવર કાર ચાલકે ઝીરો લેનની લાઈનમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના ટોલનાકાના સંચાલકો દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા. ટોલટેક્સના સંચાલકોએ આક્ષેપ કર્યો હતો કે રેન્જ રોવર ગાડીના ડ્રાયવરે માત્ર 40 રૂપિયાનો ટોલ આપવાની ના કહી હતી. ટોલ પ્લાઝાના કર્મચારી સાથે 40 રૂપિયા માટે રિવોલ્વર બતાવી દાદાગીરી કરી હતી. નાસવા જતા બેરીયર હટાવી રહેલ વ્યક્તિને ગાડી અથાડતા ટોલ લેનમાં હાજર એક વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો હતો. કારમાલિકને પકડવા અને આ સમગ્ર ઘટનાની હાલ ગોંડલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે...

Tags:    

Similar News