રાજકોટ : અમદાવાદ આર.એમ.રનર્સ ગ્રુપના યુવાનો દોડ લગાવી પહોંચ્યા વિરપુર, જુઓ શું છે દોડવીરોનો સંકલ્પ..!

Update: 2021-02-25 08:08 GMT

સ્વામી વિવેકાનંદજીના સિદ્ધાંતો તેમજ “યુવા બચાવો, દેશ બચાવો”ના સૂત્ર સાથે અમદાવાદ આર.એમ.રનર્સ ગ્રુપના 3 યુવાન દોડવીરો અમદાવાદથી રાજકોટ જિલ્લાના વિરપુર ખાતે પહોંચ્યા હતા.

અમદાવાદ આર.એમ.રનર્સ ગ્રુપના લોકેશ શર્મા, રૂપેશ મકવાણા અને પાર્થ પટેલ અમદાવાદ શહેરથી દોડ લગાવી રાજકોટ જિલ્લાના વિરપુર ખાતે પહોંચ્યા હતા. તો સાથે જ આ ત્રણેય યુવાનોએ ભારત દેશના વીર યોદ્ધા સુખદેવ, રાજ્યગુરુ અને ભગતસિંહના બલિદાનને યાદ કરી તેઓના પોસ્ટર્સ સાથે રાજ્યભરમાં એક હજાર કિલોમીટરની દોડ લગાવવાનું આયોજન કર્યું છે.

ભારત દેશના યુવાનોને મજબૂત કરવાના પ્રયાસે આજના યુગમાં વ્યસન, મોબાઈલનો દૂરઉપયોગ, ડિપ્રેસન તેમજ નાની ઉંમરમાં પ્રેમસંબધ જેવા 4 રાક્ષસો સામે લડવા માટે આ યુવાનોએ દોડ લગાવી રહ્યા છે. તો સાથે જ યોગા મેડિટેશન, સ્પોર્ટ્સ અને પુસ્તકો થકી દેશના યુવાનોને સંદેશો આપી સંકલ્પ લેવડાવવાની નેમ સાથે રાજ્યભરમાં દોડ લગાવી અનોખો સંદેશો પાઠવવામાં આવી રહ્યો છે, ત્યારે આ ત્રણેય દોડવીરો યાત્રાધામ વિરપુર ખાતે આવી પહોચતા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

જોકે આ ત્રણેય યુવાનોએ ગત વર્ષે “યુવા બચાવો, દેશ બચાવો” અભિયાન અંતર્ગત અમદાવાદથી દિલ્હી સુધીની પણ દોડ લગાવી હતી, ત્યારે આગામી વર્ષ 2022માં તેઓ સમગ્ર ભારતમાં કુલ 15000 હજાર કિલોમીટર જેટલી દોડ લગાવી યુવાનોને સંદેશો આપી “યુવા બચાવો, દેશ બચાવો”ના અભિયાનને પણ સફળ બનાવવાનું આયોજન કર્યું છે.

Tags:    

Similar News