રાજકોટ પોલીસે ભુમાફિયા સામે કરી લાલ આંખ, 3 ભુમાફિયાઓની કરી ધરપકડ

Update: 2019-05-08 05:19 GMT

રાજકોટમાં ભૂમાફિયા સામે પોલીસે ફરી એક વખત કરી લાલ અંખ

ખેડૂતની જમીનના બોગસ સાટાખત બનાવી કરી બે કરોડની માંગણી

ખેડૂતના ચુંટણીકાર્ડ , ફોટા મેળવી તૈયાર કર્યા બોગસ સાટાખત

રાજકોટમાં ભુમાફીયા સામે ફરી એક વખત પોલીસે લાલ આંખ કરી છે.. રાજકોટ ના ખેડૂતની કરોડો રૂપિયાની જમીન ના બોગસ સાટાખત બનાવી ખેડૂત પાસેથી ૨ કરોડ રૂપિયાની માંગણી કરનાર ૩ શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ પોલીસ ની ગિરફત માં ઉભેલ આ શખ્સો જેના નામ છે સંજય ધોળકિયા , જયદીપ પરમાર , અને અજય ખુંભરવડીયા.. આ શખ્સો પર આરોપ છે ખેડૂત ની જમીન ના ખોટા સાટાખત તૈયાર કરી રૂપિયાની માંગણી કરવાનો.. રાજકોટ નજીક લોધિકાના પાળ ગામે રહેતા ખેડૂત ની કરોડો રૂપિયાની જમીન ના ખોટા સાટખત કરી આ ભૂમાફિયાઓ દ્વારા રૂપિયા ની માંગણી કરવામાં આવી હતી.. જે મામલે ખેડૂત દ્વારા પોલીસ કમિશ્નર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જે અરજી ના આધારે પોલીસે ત્રણે ભૂમાફિયા ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

શું છે મામલો કેવી રીતે થયો ભૂમાફિયા નો પર્દાફાશ ?

જમીન ના મૂળ માલિક એ પોતાની જમીન વર્ષ ૨૦૧૨ માં વેચાણ કરી હતી અને એ સમયે વકીલ મારફત વાધા હોય તો રજુ કરવા જાહેર નોટીસ પણ આપી હતી પરંતુ એ સમયે કોઈ વાંધા અરજી થવા પામી ન હતી અને બાદમાં એક વ્યક્તિ દ્વારા બોગસ સાટખત તૈયાર કરી કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો જે દાવો પરત ખેચવા ખેડૂત પાસે ૨ કરોડ રૂપિયા ની માંગણી કરવામાં આવી હતી જેના આધારે ખેડૂત દ્વારા રાજકોટ પોલીસ ને લેખિત અરજી કરવામાં આવી હતી જે તપાસ દરમિયાન ૩ આરોપી દ્વારા બોગસ સાટાખત તૈયાર કરવામાં આવ્યું હોવાનું સામે આવતા ધરપકડ કરી છે સાથે જ કાગળ પર જે વકીલ ની સહી કરવામાં આવેલ છે તે વકીલ નું પણ અવસાન થઈ ગયું હોવાનું પોલીસ તપાસ માં સામે આવ્યું છે જેની પણ બોગસ સહીનો ઉપયોગ થયો હોવાનું સામે આવતા તપાસ હાથ ધરી છે.

હાલ તો રાજકોટ પોલીસે ખેડૂત ની લેખિત અરજી નાં આધારે તપાસ હાથ ધરી બોગસ સાટાખત તૈયાર કરી રૂપિયા ની માંગણી કરનાર ૩ ભૂમાફિયા ની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.. ત્યારે પકડાયેલ ત્રણેય ભૂમાફિયા સાથે અન્ય કોઈ મોટા ભૂમાફિયા સંકળાયેલ છે કે કેમ કે પછી ચુંટણી કાર્ડ સહીત ના ડુપ્લીકેટ પુરાવા તૈયાર કરવામાં અન્ય કોઈ ની સંડોવણી સામે આવે છે કે કેમ તે જોવું રહ્યું... ?

Tags:    

Similar News