ગોંડલ : માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ, મરચાની 2500 ભારી બળીને ખાખ, કરોડોનું નુકસાન

એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. અંદાજે મરચાની 2500 જેટલી ભારીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ

Update: 2023-04-11 11:38 GMT

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં એકાએક આગ ભભૂકી ઉઠી. માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મરચાનો જથ્થો પડ્યો હતો. અંદાજે મરચાની 2500 જેટલી ભારીઓ આગમાં બળીને ખાખ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં અનેક મરચાની ભારીઓ બળીને ખાખ થઈ ગઈ હતી.

એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. અંદાજે મરચાની 2500 જેટલી ભારીઓ આગમાં બળીને ખાખ થઇ ગઇ છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની 2 ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. આગમાં કરોડોનું રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.ત્યારે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા સેવાઇ રહી છે.

Tags:    

Similar News