બધાને પ્રિય એવા ફાફડા ગાંઠિયા ઘરે બનાવવાની સરળ રીત, કઢી સાથે ખાશો તો મોજ પડી જશે....

ફાફડા ગુજરાતમાં ખૂબ ખવાય છે. કઢી સાથે ફાફડા ખાવાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. ગુજરાતની લોકપ્રિય ડિશ કહેવાતી ફાફડા હવે ઠેર ઠેર મળી રહ્યા છે.

Update: 2023-08-27 11:31 GMT

ફાફડા ગુજરાતમાં ખૂબ ખવાય છે. કઢી સાથે ફાફડા ખાવાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. ગુજરાતની લોકપ્રિય ડિશ કહેવાતી ફાફડા હવે ઠેર ઠેર મળી રહ્યા છે. ચણાના લોટમાંથી બનતા ફાફડા લીલા મરચા સાથે ખાવામાં આવે છે. તમે ખમણ-ઢોકળા, હાંડવો તો ઘણી વાર ખાધો હશે તો આજે ફાફડા બનાવવાની રીત વિશે આપણી સાથે વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમે ગુજરાતમાં રહો છો અથવા ગુજરાતની બહાર અને ફાફડા ખાવાનો શોખ હોય તો, ઘરે પણ બનાવી શકશો. ગુજરાતી ફાફડા ખૂબ જ સરળતાથી આપ ઘરે પણ બનાવી શકશો.

ફાફડા બનાવવા માટે સામગ્રી

· બેસન-1 કપ

· અજમો-1 ચમચી

· સોડા-1 ચપટી

· હળદર-1/2 નાની ચમચી

· તેલ જરુરિયાત અનુસાર

· મીઠું-સ્વાદઅનુસાર

ફાફડા બનાવવાની રેસિપી

·જો તમે પણ કઢી સાથે ફાફડાનો સ્વાદ ચાખવા માગો છો તો તેને બનાવવા માટે એક વાસણમાં બેસન ચાળી લો.

· ત્યાર બાદ બેસનમાં અજમો નાખો. થોડી હળદર, ચપટી બેકિંગ સોડા અને એક ચમચી તેલ નાખીને સારી રીતે મિલાવો. તેમાં થોડુ હૂંફાળુ પાણી નાખી બેસનને સારી રીતે બાંધી લો. બેસનને વધારે કડક પણ નહીં અને વધારે ઢીલો પણ નથી બાંધવાનો. હવે બેસનની નાની નાની ગોળીઓ બનાવી લો અને થોડી વાર કપડાથી ઢાંકીને મુકી દો.

· હવે એક ગોળી પર થોડુ તેલ લગાવી તેણે લાંબા લાંબા વણી નાખો. જો લોટ લાંબો થાય તો વચ્ચેથી કાપી નાખો.

· હવે તેને તેલમાં નાખી તળી લો. મધ્યમ આંચ પર તળવાથી તે સારા બનશે. આવી રીતે ફાફડા તૈયાર થઈ જશે. હવે તેને ડિશમાં લઈ ખાઈ શકશો.

Tags:    

Similar News