ચૈત્રીનવરાત્રિમાં માતાને ધરાવો આ ખાસ પ્રસાદ, મિનિટોમાં થશે તૈયાર નારિયેળની બરફી

દેશમાં ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માતા રાનીની પુજા અર્ચનામાં સૌ કોય ભાવિ ભક્તો લીન થઇ ગયા છે.

Update: 2023-03-24 10:56 GMT

દેશમાં ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માતા રાનીની પુજા અર્ચનામાં સૌ કોય ભાવિ ભક્તો લીન થઇ ગયા છે. માતાજીને 9 દિવસ સુધી અલગ અલગ પ્રસાદ ધરવામાં આવે છે. ત્યારે આજે અમે તમને એક પ્રસાદ નાળિયેળની બરફી કેવી રીતે બનાવવી તે વિષે માહિતી આપશુ. આ બરફી તમે માતાજીને પણ પ્રસાદ રૂપે ધરી શકશો અને તમારા ઉપવાસ માં પણ મદદરૂપ થશે. તો ચાલો જોઈએ કેવી રીતે ઘરે બનાવશુ નારિયેળની બરફી

નાળીયેળની બરફી

સામગ્રી·

  • 1 કપ ખાંડ
  • 1 કપ પાણી
  •  ½ કપ તાજું છીણેલું નારિયેળ
  • 1 ચમચી માવો
  • 1 ચમચી એલચી પાઉડર
  • 4-5 સમારેલી બદામ
  • 6-7 સમારેલા પિસ્તા
  • 1 ચમચી ઘી

નારિયેળની બરફી બનાવવાની રીત

સૌ પ્રથમ ખાંડ અને પાણીને સારી રીતે મિક્સ કરીને ખાંડની ચાસણી બનાવી લો. હવે તૈયાર કરેલી ચાસણી થોડી વાર ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. હવે તેમાં છીણેલું નારિયેળ ઉમેરો. નારીયેળને સારી રીતે મિક્સ કરી ધીમી આંચ પર શેકાવવા દો. હવે તેમાં માવો અને લીલી એલચીનો ભૂકો નાખી બરાબર મિક્સ કરી લો. આ પછી એક ટ્રે માં થોડું ઘી લગાળી નારિયેળનું મિશ્રણ રેડો. હવે તેમાં થોડી સમારેલી બદામ ભભરાવો અને 15 મિનિટ માટે ફ્રીજમાં રાખો. પછી તેને ચોરસ ટુકડા માં કાપી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ નારિયેળની બરફી. હવે તેના પર પિસ્તાની કતરણ ભભરાવીને સજાવો. જ્યારે તે ઠંડી થાય ત્યારે તેને સર્વ કરો.

Tags:    

Similar News