પૂરી તળતી વખતે રાખો આ ખાસ બાબતનું ધ્યાન, પૂરી બનશે એક દમ મસ્ત દડા જેવી ફુલેલી, જાણો સિક્રેટ ટિપ્સ....

તમે જ્યારે પણ પુરીનો લોટ બાંધો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પુરીનો લોટ કઠણ બંધવાનો છે.

Update: 2023-10-07 11:35 GMT

હાલમાં શ્રાદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે દૂધપાક અને પૂરી બનાવવું મહત્વનુ હોય છે. જો તમે પૂરી બનાવતી વખતે ધ્યાન નથી રાખતા તો તેમાં તેલ ભરાય જાય છે અને પૂરી ફૂલતી પણ નથી, તો આજે અમે એવી કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ જેને અપનાવવાથી તમારી પૂરી એકદમ મસ્ત, ફુલેલી અને તેલ પીધા વગરની બનશે.

આ રીતે પુરીનો લોટ બાંધો

તમે જ્યારે પણ પુરીનો લોટ બાંધો ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે પુરીનો લોટ કઠણ બંધવાનો છે. તમે જેટલો લોટ લથન બંધશો એટલી જ પૂરી સારી બનશે અને પુરીમાં જરા પણ તેલ નહીં રહે.

લોટ બાંધતી વખતે તેમાં ઘીનું મોણ આપો

પુરીને એકદમ સરસ અને ફુલેલી બનાવવી હોય તો જ્યારે પણ તમે પુરીનો લોટ બાંધો છો ત્યારે તે લોટમાં ઘીનું મોણ આપવાનું રહેશે. ઘી નાખવાથી પૂરી મસ્ત ફુલેલી બને છે અને એકદમ સોફટ બને છે. પુરીમાં જરા પણ તેલ નાખશો નહીં.

લોટ બાંધીને 15 મિનિટ ઢાંકીને મૂકી દો

પુરીનો લોટ બંધાઈ જાય પછી તેને 15 થી 20 મિનિટ સુધી કપડાથી ઢાંકીને મૂકી દો. આમ કરવાથી તેમાં કુણપ આવી જશે અને પૂરી મસ્ત બનશે. જો લોટ બાંધીને તરત જ પૂરી બનાવશો તો પૂરી પ્રોપર બનશે નહીં.

અટામણ લેશો નહીં

કેટલાક લોકો પૂરી વળતી વખતે અટામણનો ઉપયોગ કરે છે. પરંતુ આ ભૂલ ક્યારેય ના કરવી. પૂરી બનાવતી વખતે અટામણ લેશો તો પૂરી સારી નહીં બને અને ફૂલશે પણ નહીં.

તેલમાં મીઠું ઉમેરો

જ્યારે તમે પૂરી તળો ત્યારે તેલમાં ચપાતિ મીઠું નાખવું. મીઠું નાખવાથી પુરીમાં તેલ રહેશે નહીં અને પૂરી એકદમ ક્રિસ્પી થશે.

પુરીને ઊંધી તેલમાં તળો

પુરીને જ્યારે વણીને આપણે એક ડીશમાં મૂકીએ છીએ ત્યાર બાદ તેને તળવાનો વારો આવે ત્યારે આ પુરીને ઊંધી કરીને તેલમાં નાખો આમ કરવાથી પુરીને ફૂલતા કોઈ નહીં રોકી શકે.  

Tags:    

Similar News