સાંજના સમયે હળવા નાસ્તા માટે બનાવો સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ મખાના નમકીન...

સાંજના ભોજનમાં હેલ્ધી અને હળવો નાસ્તો કરવા માંગતા હોય તો મખાના બેસ્ટ છે, તેનાથી ભૂખ પણ સંતોષાઈ અને હેલ્ધી પણ છે

Update: 2023-03-11 13:27 GMT

આ ઉનાળાની ગરમીમાં લોકો વધારે તો સાંજના ભોજનમાં હળવું ખાવાનું અને તેમાં પણ વધારે ઠંડા પીણાં, આઇસ ક્રીમ, જેવી ઠંડી વસ્તુઓ અને કાતો હળવો નાસ્તો ખાવાનું પસંદ કરતાં હોય છે,પરંતુ સાંજના ભોજનમાં હેલ્ધી અને હળવો નાસ્તો કરવા માંગતા હોય તો મખાના બેસ્ટ છે, તેનાથી ભૂખ પણ સંતોષાઈ અને હેલ્ધી પણ છે, તો આવો જાણીએ મખાના નમકીન માટેની રેસીપી...

સામગ્રી:

100 ગ્રામ મખાના, 1 કપ મગફળી, 1 કપ બદામ, 1 કપ કાજુ, 1/2 કપ તરબૂચના બીજ, 1 કપ કિસમિસ

1 કપ નારિયેળના ટુકડા, 7-8 કરી પત્તા , 3 લીલા મરચા, 1 ચમચી કાળા મરી, મીઠું સ્વાદ મુજબ

2 ચમચી પાઉડર ખાંડ, 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી શેકેલું જીરું, 3 ચમચી દેશી ઘી

મખાના નમકીન બનાવવાની રીત :-

સૌ પ્રથમ એક કડાઈમાં એક ટેબલસ્પૂન દેશી ઘી નાખો. મગફળીને ધીમી આંચ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો અને ત્યાર બાદ એક વાસણમાં કાઢી લો. એ જ પેનમાં બદામને શેકી લો, પછી કાજુ અને તરબૂચના દાણાને એક પછી એક શેકી લો અને બહાર કાઢી લેવા. આ પછી, કિસમિસને થોડી સેકંડ માટે ફ્રાય કરો,નારિયેળના ટુકડાને શેકી લો અને તેને બાઉલમાં કાઢી લો. ત્યારબાદ પેનમાં થોડું વધુ ઘી ઉમેરો, લીલા મરચાં, કઢી પત્તા ઉમેરો અને થોડી સેકંડ માટે ફ્રાય કરો અને થોડીવાર પછી મખાના ઉમેરો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો. જો જરૂરી હોય તો એક ચમચી વધુ ઘી ઉમેરો. મખાનાને શેક્યા પછી તેમાં બધા ડ્રાયફ્રૂટ્સ નાખો. હવે તેમાં લાલ મરચું, મીઠું, કાળા મરી અને શેકેલું જીરું ઉમેરો અને બધું મિક્સ કરો. ગેસ બંધ કરો અને ઠંડું થાય પછી ખાય શકાય છે, આ રીતે ઘરે જ બનાવો હેલ્ધી નાસ્તો...

Tags:    

Similar News