ચોમાસામાં નાસ્તા માટે બનાવો અજમાની ફરસી પૂરી, સ્વાદ સાથે પેટની તકલીફોમાં મળશે રાહત........

સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી પુરીની મજા કરાવી શકો છો. અજમાની મદદથી બનેલી આ ક્રિસ્પી ફરસી પુરીને તમે ગમે તે સમયે ખાઈ શકો છો

Update: 2023-08-05 11:18 GMT

જો તમે રોજના એક સરખા નાસ્તાથી કંટાળી ગયા હોય તો તમે બાળકોના લંચબોક્સમાં કે સવારના નાસ્તામાં પરિવારને આ ટેસ્ટી પુરીની મજા કરાવી શકો છો. અજમાની મદદથી બનેલી આ ક્રિસ્પી ફરસી પુરીને તમે ગમે તે સમયે ખાઈ શકો છો. તેમાં વપરાતા સામાન્ય મસાલા એક અલગ જ ટેસ્ટ આપે છે. ચા સાથે આ નાસ્તો તમને એક અલગ આનંદ આપશે. આ સાથે અજમો તમારી પેટની સમસ્યાને દૂર કરવામાં પણ મદદ કરશે. ચોમાસાની ઋતુમાં ખાસ કરીને પેટને લગતી સમસ્યાની ફરીયાદો વધી જતી હોય છે. તો આ પૂરી તેમના માટે બેસ્ટ છે. તો જાણો તેને બનાવવાની રીત....

ફરસી પૂરી બનાવવાની સામગ્રી:-

· 500 ગ્રામ મેંદો

· 250 ગ્રામ રવો

· 2 ટીસ્પૂન અજમા

· 1 ચપટી બેકિંગ સોદા

· સ્વાદ અનુસાર મીઠું

· તળવા માટે તેલ

· એક ચમચી ઘી

ફરસી પૂરી બનાવવાની રીત:-

· સૌ પ્રથમ કઢાઈમાં તેલ ગરમ કરી પછી ઠંડુ થવા દો. ત્યાર બાદ મેંદો અને રવાને મિક્સ કરીને ચાળી લો. તેમાં હવે અજમો, મીઠું અને બેકિંગ પાવડર અને 3-4 ચમચા તેલનું મોણ નાખી નવશેકા પાણીથી કઠણ લોટ બાંધો. તેમાંથી જાડા લૂઆ કરી જાડી પૂરી વણી ઉપરથી બે ત્રણ વાર તેલ વાળો હાથ ફેરવી ફરીથી લૂઑ બનાવો. તે પછી નાના નાના લૂઆ કરી તેમાંથી જાડી ગોળ પૂરી વણો. આ પુરીને અંગૂઠાની વચ્ચે દબાવી દો. આ રીતે બધી પૂરી વણીને પછી ગરમ તેલમાં લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે તમારી ટેસ્ટી ફરસી પૂરી......    

Tags:    

Similar News