ચોમાસામાં મકાઈમાંથી બનાવો આ 3 સ્વાદિષ્ટ વાનગીઓ, ઝરમર વરસાદમાં ચા સાથે માણો તેની મજા.....

Update: 2023-07-28 12:22 GMT

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ધીમા ધીમા વરસાદમાં કઈક ગરમાગરમ ખાવું મળી જાય તો મજા જ આવી જાય નહીં... ચોમાસામાં લોકો ગરમાગરમ મકાઇ અને પકોડા ખાવાનું પસંદ કરતાં હોય છે. વરસાદની મોસમમાં ઠંડા વાતાવરણને કારણે તમે ઘણા નાસ્તાની મજા મણિ શકો છો. જે ખાધા પછી તમારો દિવસ બની જાય. આવો જાણીએ આ 3 ખાસ મકાઈની વાનગી..

ક્રિસ્પી કોર્ન બનાવો

· તમે રેસ્ટોરામાં કે હોટલમાં ક્રિસ્પી મકાઇનો સ્વાદ તો લીધો જ હશે. આ ચોમાસામાં મકાઇ માંથી ક્રિસ્પી કોર્ન બનાવી શકાય છે. ક્રિસ્પી કોર્ન બે ત્રણ રીતે બનાવાય છે. પરંતુ તમે આ કોર્નને ખૂબ જ ઝડપથી અને સરળ રીતે બનાવી શકો છો. ક્રિસ્પી કોર્ન બનાવવા માટે એક બાઈલમાં મકાઈનો લોટ લો. હવે તેમાં મીઠું મરચું, પાણી ઉમેરી બેટર બનાવો. હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. આ બેટરમાં મકાઇ નાખો તેને સારી રીતે મિક્સ કરીને ગરમ તેલમાં ડીપ ફ્રાઈ કરો. ઉપરથી મીઠું, લીંબુ, લાલ મરચું પાવડર અને કાળા મરી છાંટીને સર્વ કરો.

મકાઈનાં પકોડા બનાવો

· મકાઈના પકોડા બનાવવા માટે એક કપ મકાઈને ઉકાળો અને મેષ કરો. હવે એક બાઉલમાં મેષ કરેલી મકાઇ, મીઠું, ધાણાજીરું, બારીક સમારેલી ડુંગળી, છીણેલું પનીર, 2 ચમચી બ્રેડક્ર્મ્પ, મકાઈનો લોટ, લાલ મરચું પાવડર, જીરું પાવડર, ચાટ મસાલો, અને ગરમ મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે તેનાથી નાણાઈ નાની ટીકી બનાવો અને ડીપ ફ્રાઈ કરો. સોનેરી થાય ત્યાં સુધી તળો. હવે ગ્રીન ચટણી કે ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

મકાઈની ભેળ બનાવો

· તમે મકાઇમાંથી ભેળ પણ બનાવી શકો છો. મકાઈની ભેળ બનાવવા માટે એક બાઉલમાં બાફેલી મકાઇ લો. તેમાં મમરા, મીઠું, લાલ મરચું, લીલું મરચું, કોથમીર, લીંબુનો રસ, જીરું પાવડર, બારીક સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે આંબલીનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરીને સર્વ કરો.

Tags:    

Similar News