“વસંત પંચમી” પર અર્પણ કરો માતા સરસ્વતીને આ ખાસ પ્રસાદ...

વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું

Update: 2023-01-26 10:33 GMT

વસંતપંચમી આવતા જ બનાવવામાં આવે મીઠા ભાત તો આ ખાસ પ્રકારે એટ્લે કે બિલકુલ શાહી અંદાજમાં બનાવીશું આ મીઠા ભાત, ભાતને ખાસ પ્રકારે અલગ રીતે બનાવવામાં આવે છે તો આજે જાણીએ આ મીઠાભાતની વાનગી અને માં સરસ્વતીને પ્રસાદ અર્પણ કરીએ...

મીઠાભાત બનાવવા માટેની સામગ્રી :-

1 વાટકી ભાત, ડ્રાયફ્રૂટ્સ , 3 એલચી , સૂકું નાળિયેર , કેસર, મીઠોપીળો કલર , ½ કપ ખાંડ

મીઠાભાત બનાવવા માટેની રીત :-

એક કપથી ઓછા બાસમતી ચોખા લેવા અને 3થી 4 વાર પાણીથી ધોઈ લેવા અને ખાસ જે કપમાં ચોખા લીધા હોય તેટલા જ માપથી પાણી અને ખાંડ લેવું, ચોખાને ધોયા પછી તેમાં પાણી મિક્સ કરવું પાણી ચોખથી થોડું વધારે લેવું અને 5 થી 10 મિનિટ પાણીમાં પલાળી રાખવા અને મીઠા શાહી ભાત બનાવવા માટે સૂકા નાળિયેરનાં કટકા, કાજુ ,બદામ અને કિશમિસનાં થોડા ટુકડા ચારોળી અને ભાતને સહી સ્વાદ આપવા માટે કેસરને થોડા દૂધમાં પલાળવું.

એક નોનસ્ટિક કડાઈમાં 1 ચમચી દેશી ઘી અને તેમાં કાજુના ટુકડા નાખી અને તેને સાતળવા અને તેને ધીયમ ગેસની ફ્લેમ પર રાખવું હવે ત્યાર બાદ તેમાં બીજા મેવા મિક્સ કરી અને અને સાતળાય ગયા પછી તેને પેનમાંથી કાઢી નાખવા, અને ત્યાર બાદ ફરી તેમાં થોડું દેશી ઘી નાખવું અને તેમાં 3 એલચી અને તજ ઉમેરીને તેને સાતળવું અને તેમાં હવે એડ કરવા ચોખા અને પીળા મીઠાભાત માટે તેમાં ઉમેરી શકાય છે મીઠોપીળો કલર અથવા હળદળ પાઉડર પણ અડધી ચમચી ઉમેરી શકાઈ છે. અને તેને ધીમા ગેશની ફ્લેમ પર 10 મિનિટ સુધી પકવા દેવું અને બરાબર ભફાય ગયા પછી તેમાથી 2 ચમચી ભાત અલગ વાટકીમાં કાઢવા અને ત્યાર પછી તેમાં ખાંડ ઉમેરી અડધી વાટકી અને તેમાં ઉમેરવું કેસરવાડુ દૂધ અને સાતળેલા ડ્રાયફ્રૂટ્સ તેમાં મિક્સ કરવા અને સુગંધ માટે તેમાં એલચી પાઉડર,અને જાયફળનો પાઉડર ઉમેરી શકાય છે, અને હવે ત્યારબાદ કડાયને ધીમા ફ્લેમ પર રાખો કે જેથી તે ઓગળી જાય.

શાહી લૂક આપવા માટે 2 ચમચી અલગ કરેલા ભાતને લીલા રંગના મીઠા કલરમાં મિકસ કરી અને કડાઈમાં રહેલા ભાત સાથે મિકસ કરવા, આ રીતે બનાવો શાહી મીઠા ભાત અને માં સરસ્વતીને પ્રસાદમાં અર્પણ કરો...

Tags:    

Similar News