શિયાળામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે આ સૂપ અસરકારક ! જાણો રેસિપી

પરંતુ ઠંડીમાં શરદી, ગળામાં દુખાવો અને થાક સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, સૂપ પીવું વધારે યોગ્ય ગણાય છે.

Update: 2024-02-01 07:49 GMT

આ શિયાળાની ઠંડી ઋતુમાં સ્વાસ્થયને લગતી સમસ્યાઓ થાય છે ત્યારે તેનાથી બચવા અનેક અનેક ઉપાયો આયુર્વેદિક ઉપચારો કરતાં હોઈએ છીએ, અને તેમાય હેલ્ધી વાનગીઓ ખાતા હોઈએ છીએ. પરંતુ ઠંડીમાં શરદી, ગળામાં દુખાવો અને થાક સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, સૂપ પીવું વધારે યોગ્ય ગણાય છે. તે છે બીટનું સૂપ, જેને પીવાથી તમે આ સિઝનમાં તમારી ઓછી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવી શકો છો. આ માટે તમારે કોઈ ખાસ વસ્તુઓની જરૂર નથી. તમને તમારા રસોડામાં તમામ શાકભાજી સરળતાથી મળી જશે.

સામગ્રી :-

બીટ - 3 થી 4, ગાજર - 2 થી 3, લીંબુનો રસ - 2 ચમચી, આદુ - 4 નાના ટુકડા, ઘી - 1 ચમચી,પાણી - 500 મિલી, હળદર - 1 ચમચી, કાળા મરી - 1 ચમચી, વરિયાળી - 2 ચમચી,મીઠું - સ્વાદ મુજબ

બીટનું સૂપ બનાવવાની રીત :-

બીટ અને ગાજરને ધોઈને નાના ટુકડામાં કાપીને મિક્સરમાં પીસી લો.એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં આદુ અને અન્ય મસાલા ઉમેરો. આ પછી તેને 2 મિનિટ પકાવો. હવે આ મસાલામાં પાણી સાથે ગાજર અને બીટ ઉમેરો. આ પ્યુરીમાં મીઠું ઉમેરીને 15 મિનિટ સુધી પકાવો. આ પછી, 1-2 ઉકળે પછી, તેને ગાળી લો, પછી સૂપ પાછું પેનમાં નાખી અને તેને થોડીવાર પાકવા દો. આ પછી, તેને લીંબુનો રસ અને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.

Tags:    

Similar News