સાંબરકાંઠા : તલોદના આ ગામમાં કેન્સરના 10થી વધુ દર્દીઓ, ગ્રામજનોમાં ભયનો માહોલ

Update: 2021-02-07 10:56 GMT

આજે અમે તમને બતાવવા જઇ રહયાં છે એવું ગામ કે જયાં કેન્સરના 10 કરતાં વધારે દર્દીઓ છે અને આ બિમારી ઘર કરી ગઇ હોવાથી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહયાં છે. આ ગામનું નામ છે સાંબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાનું વિલાસપુરા ગામ......


સાબરકાંઠાના પ્રાંતિજના વિલાસ પુરા ગામે 1 વર્ષ પહેલા એક સાથે કેન્સરના 10થી વધારે કેસ આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો સાથે-સાથે  લોકોમાં પણ આ મામલે  તંત્ર સામે રોષ જોવા મળી રહયો છે. છેલ્લા એક વર્ષમાં આ ગામમાં આરોગ્ય વિભાગ સહિત સરકારમાંથી ચોક્કસ કામગીરીનો અભાવ અને કેન્સર થવા માટેનું કયું કારણ જવાબદાર હતું તે જાણી શકાયું નથી. જેના પગલે એક વર્ષ પછી પણ ગામનાલોકો  ભયના ઓથાર હેઠળ જીવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ ગામ ખેતી અને પશુપાલન ઉપર આધારીત હોવાની સાથે-સાથે કોઈ પણ કેમિકલ કે ફેક્ટરીથી દૂર રહેવા પામ્યું છે તેમજ ગામમાં એકસાથે આટલા બધા કેસ હોવા છતાં તમામ દર્દીઓ વ્યસનથી દૂર રહેતા હોય તેવાની જ કેન્સર થતાં ગામમાં ભય ફેલાયો છે..


આજે એક વર્ષ પછી પણ ગામમાં વહીવટી તંત્ર દ્વારા સર્વે તેમજ ચોક્કસ રિપોર્ટ ન કરતા ગ્રામજનો તંત્ર થી નારાજ છે જોકે પોતાના સ્વજનો ગુમાવી ચૂકેલા ગ્રામજનોમાં કેન્સરનું કારણ જાણવાની તીવ્ર ઈચ્છા યથાવત છે આ મામલે આજે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા આ મામલે ચોક્કસ પગલાં લેવાય તે સમયની માંગ છે.


આ મામલે સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે જે તે સમયે મુલાકાત કરી ચોક્કસ રિપોર્ટ કરાવેલ છે તેમજ આગામી સમયમાં મામલે જરૂરિયાત પડે તો ફરીથી મુલાકાત કરી વધુ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આવું ક્યારે થશે તે યક્ષ પ્રશ્ન છે

Tags:    

Similar News