શ્રવણ વિદ્યાધામમાં અંગ્રેજી વિષયનું યોજાયું અનોખું પ્રદર્શન

Update: 2019-11-23 11:17 GMT

ભરૂચમાં આવેલ શ્રવણ વિદ્યાધામમાં અંગ્રેજી ભાષાને વિદ્યાર્થીઓ ખુબજ સરળતાથી

શીખી શકે તે માટે કોમ્યુનીકેટીવ ઇંગ્લીશ વિષયના ભાગરૂપે શીખવવામાં આવે છે.તેના

અનુસંધાનમાં ઇંગ્લીશ લેંગવેજ એક્ષીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રદર્શનમાં કુલ ૪૫ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેના દ્વારા વિદ્યાર્થીઓએ

જુદા-જુદા વિષય આધારીત પ્રોજેકટ દ્વારા પોતાની આગવી કલા સુઝ દ્વારા સમજુતી આપી

હતી.જેમાં અંગ્રેજી વ્યાકરણ,કાળ,વિશેષણ,છંદ તથા વ્યવહારમાં ઉપયોગી અંગ્રેજી ભાષાનો

અસરકારક ઉપયોગ સમજાવવાનો પ્રયત્ન કરાયો હતો. વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષય આધારીત

શોર્ટ્સ,મોડેલ વિગેરેનો ઉપયોગ કરી સમજૂતી આપી હતી.

આ કાર્યક્રમનું ઉદ્દધાટન ઉન્નતિ વિદ્યાલયના આચાર્ય પિયુષ ત્રિવેદી,ન.પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન ઇન્દિરા રાજ દ્વારા કરાયું હતું.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને ૪૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ

લીધો હતો.

Tags:    

Similar News