વડોદરાઃ એકટીવામાં ઘૂસ્યો સાપ, રેસ્ક્યુ કરતાં એક્ટિવાના થયા આવા હાલ

Update: 2018-10-05 10:33 GMT

સાપને ઓટોગેરેજના કારીગરે 3 કલાકની જહેમત બહાર કાઢ્યો

વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે આવેલી ફરસાણની દુકાનના સંચાલકની પત્નીની પાર્ક કરેલી એક્ટીવામાં સાપ ઘૂસી જતાં અફડા-તફડી મચી ગઇ હતી. મોપેડમાં ઘૂસી ગયેલ સાપને ઓટોગેરેજના કારીગરે 3 કલાકની જહેમત બહાર કાઢ્યો હતો.

[gallery td_gallery_title_input="Snack" td_select_gallery_slide="slide" data-size="large" ids="67885,67886,67887,67888,67889"]

પ્રાપ્ત વિગત અનુસાર કોઠી ચાર રસ્તા પાસે આવેલ ફરસાણની દુકાનના સંચાલકની પત્ની નીતાબહેને પોતાની એક્ટીવા દુકાનનીસામે પાર્ક કરી હતી. દરમિયાન પાર્ક કરેલી એક્ટીવામાં સાપ ઘૂસી ગયો હતો. નીતા બહેન ઘરે જવા માટે નીકળ્યા ત્યારે તેઓએ એક્ટીવામાં ફસાયેલા સાપને જોતા ચોંકી ઉઠ્યા હતા.

દરમિયાન એક્ટીવામાં સાપ ફસાયો હોવાની વાત વહેતી થતાં કૂતુહલવશ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. અને મોપેડમાં ફસાયેલા સાપને બહાર કાઢવા માટે પ્રયાસો કર્યા હતા. જોકે, ઘોંઘાટથી ગભરાઇ ગયેલ સાપ મોપેડના એન્જિનમાં ફસાઇ જતાં સાપને બહાર કાઢવા માટે ઓટોગેરેજના સંચાલકની મદદ લેવાની ફરજ પડી હતી.ઓટોગેરેજના સંચાલકે એક્ટીવા ખોલીને એન્જિનમાં ફસાયેલા સાપને બહાર કાઢ્યો હતો. સાપને બહાર કાઢવા માટે ઓટોગેરેજનાસંચાલકને 3 કલાક જેટલો સમય લાગ્યો હતો. એક્ટીવામાં ફસાઇ ગયેલા સાપને જોવા માટે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.આ સાપ નજીકની ગટરમાંથી નીકળી આવ્યો હોવાનું મનાય છે. અને આ સાપ બીન ઝેરી હોવાનું જણાઇ આવ્યું હતુ. જોકે, આ બનાવે કોઠી ચાર રસ્તા વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

Similar News