ગીર સોમનાથ : વર્ષના પ્રથમ દિવસે દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાના દર્શન કરો કનેક્ટ ગુજરાતના સથવારે

Update: 2020-01-01 09:36 GMT

વર્ષ ૨૦૨૦ના નવા વર્ષના પ્રથમ દિવસે સોમનાથ ખાતે શ્રધ્ધાળુંઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. પ્રવાસીઓએ નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી. દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

જગવિખ્‍યાત સોમનાથ મહાદેવ સાંનિઘ્‍યમાં નાતાલ-થર્ટી ફસ્‍ટના મીની વેકેશનને લઇ પ્રવાસીઓનું ઘોડાપુર ઊમટ્યું હતું. આજે પહેલી જાન્યુઆરી વર્ષ ૨૦૨૦ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવ સમક્ષ શીશ ઝુકાવવા સોમનાથ મંદિર બહાર ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. આજના દિવસે શ્રધ્ધાળુંઓએ મહાદેવના દર્શન કરી ભારત દેશમાં સૌ ભારતીયોને નવા વર્ષમાં સુખ, શાંતી અને સમૃદ્ધ બને તેવી પ્રાર્થના કરી હતી. તેમજ નાતાલથી 31stના મીની વેકેશનમાં દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન સાથે નવા વર્ષની શુભ શરૂઆત કરી આનંદ વ્યકત કર્યો હતો.

Similar News