ભારતને મોટો ફટકો, ઈજાના કારણે મેદાનની બહાર બુમરાહ, પીડામાં રડતો રહ્યો

દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

Update: 2021-12-29 05:30 GMT

દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. જસપ્રીત બુમરાહને બોલિંગ કરતી વખતે પગની ઘૂંટી વળી ગઈ હતી.

જ્યારે જસપ્રિત બુમરાહ ઇનિંગની 11મી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે ફોલો-થ્રુ દરમિયાન તેની પગની ઘૂંટી વળી ગઈ હતી. જસપ્રીત બુમરાહ તરત જ પીડામાં જમીન પર સૂઈ ગયો. જે બાદ ભારતીય ટીમનો ફિઝિયો તરત જ મેદાન પર દોડી ગયો હતો જસપ્રિત બુમરાહ તે પછી પોતાની ઓવર પૂરી કરી શક્યો નહોતો અને મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં પણ જસપ્રીત બુમરાહ દર્દથી રડતો જોવા મળ્યો હતો બીસીસીઆઈ તરફથી પણ જસપ્રિત બુમરાહ વિશે માહિતી આપવામાં આવી છે. બીસીસીઆઈએ કહ્યું કે બુમરાહના જમણા પગની ઘૂંટીમાં મચકોડ આવી ગઈ છે અને હાલમાં મેડિકલ ટીમ તેની દેખરેખ હેઠળ છે. જસપ્રિત બુમરાહની જગ્યાએ શ્રેયસ ઐય્યર ફિલ્ડિંગ કરી રહ્યો છે.

Tags:    

Similar News