FIFA વર્લ્ડ કપ 2022 : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પાંચ ફિફા વર્લ્ડકપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યો

Update: 2022-11-25 05:28 GMT

FIFA વર્લ્ડ કપ 2022 ગુરુવારે રાત્રે પોર્ટુગલ અને ઘાના વચ્ચેની મેચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 65મી મિનિટે ગોલ કરીને તેની ટીમને લીડ અપાવી હતી. આ ગોલ સાથે તેણે ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે પાંચ ફિફા વર્લ્ડ કપમાં ગોલ કરનાર પ્રથમ પુરુષ ફૂટબોલર બન્યો છે.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું વર્લ્ડ કપ ડેબ્યૂ 2006માં થયું હતું. તે વર્લ્ડ કપમાં તેણે પેનલ્ટી સ્પોટથી ઈરાન સામે તેનો પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી વર્લ્ડ કપમાં તેના પછીનો ગોલ ચાર વર્ષ પછી આવ્યો. રોનાલ્ડોએ 2010ના વર્લ્ડકપમાં નોર્થ કોરિયા સામે ગોલ કર્યો હતો. તેણે વર્લ્ડ કપ 2014માં ઘાના સામેની મેચમાં પણ ગોલ કર્યો હતો. રોનાલ્ડો માટે વર્લ્ડ કપ 2018 ખૂબ જ શાનદાર રહ્યું હતું. તેણે ગત વર્લ્ડકપમાં ચાર ગોલ કર્યા હતા. જેમાં તેણે સ્પેન સામે હેટ્રિક ફટકારી હતી.

Tags:    

Similar News