ગુજરાત ટાઈટન્સે IPL 2024ની હોમ મેચો માટે ટિકિટોનું વેચાણ શરૂ કર્યું

Update: 2024-03-21 03:22 GMT

TATA IPL 2024નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાત ટાઈટન્સની પહેલી મેચ 12 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. ગુજરાત ટાઈટન્સ ફ્રેન્ચાઈઝીએ ટીમની પહેલી ત્રણ મેચ માટેની ટિકિટના ઓનલાઈન અને ઓફલાઈન વેચાણની શરૂઆત કરી દીધી છે.IPL 2024માં ગુજરાત ટાઈટન્સ પહેલા ફેઝમાં કુલ પાંચ મેચ રમશે,

જેમાંથી ત્રણ મેચ હોમગ્રાઉન્ડમાં એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. જ્યારે અન્ય બે મેચો અન્ય શહેરમાં રમશે.ફેન્સ આ ત્રણેય મેચની ટિકિટ પેટીએમ એપ, પેટીએમ ઈનસાઈડર વેબસાઈટ અને ટાઈટન્સ એપ પર મેળવી શકશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ઊભા કરાયેલ બોક્સ ઓફિસ અને અન્ય આઉટલેટ્સ પર ઓફલાઈન ટિકિટ મળશે.

Tags:    

Similar News