ICC T20 વિશ્વ કપ: ઓસ્ટ્રેલીયાની ટિમ જાહેર, વાંચો કોને મળ્યું સ્થાન

Update: 2021-08-19 10:26 GMT

ICC T20 વિશ્વ કપને લઇને ટીમોની તૈયારીઓ શરુ થઇ ચુકી છે.ન્યુઝીલેન્ડ બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની સ્ક્વોડનું એલાન કરી દીધુ છે.ઓમાન અને UAE માં આયોજીત વિશ્વકપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ મહત્વના ખેલાડીઓ પરત ફરી ચુક્યા છે. હાલમાં જ સર્જરી કરાવનાર ટીમના કેપ્ટન આરોન ફિંચને ટીમની આગેવાની સોંપવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડને આશા છે કે, લગભગ 10 સપ્તાહ માટે મેદાનથી બહાર રહેનાર ફિંચ વિશ્વકપની મેચ પહેલા ફીટ થઇને પરત ફરી જશે. ફિંચ ઉપરાંત સ્ટીવ સ્મિથને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જે ફિટ થઇ ચુક્યો છે અને IPL 2021 ના દ્વારા પોતાની તૈયારીઓની શરુઆત કરશે. ટીમમાં જોશ ઇંગ્લીશના રુપમાં નવા ખેલાડીને પણ સ્થાન મળ્યુ છે. જ્યારે IPLમાં કરોડો રુપિયા મેળવનાર પેસર ઝાય રિચાર્ડસનને મોકો મળ્યો નથી.

ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ અને કેન રિચાર્ડસન જેવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમણે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના વેસ્ટઈન્ડીઝ અને બાંગ્લાદેશના પ્રવાસમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું હતુ. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ફિંચે સંકેત આપ્યા હતા કે, આ શ્રેણીમાંથી રજા લેતા ખેલાડીઓએ વર્લ્ડકપ ટીમથી દૂર રહેવુ પડી શકે છે. આ ટીમમાં પેસર કમિન્સ, મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડનો પણ સમાવેશ થાય છે. પરંતુ વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી પોતાનુ સ્થાન મેળવી શક્યો નથી.

આરોન ફિન્ચ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપ્સન, કેન રિચાર્ડસન અને એડમ ઝામ્પા.

Tags:    

Similar News