IND W vs ENG W : દીપ્તિ શર્માના 'રનઆઉટ'થી ઈંગ્લેન્ડની ટીમ સ્તબ્ધ, હરમનપ્રીત કૌરે આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. મહાન ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની આ છેલ્લી મેચ હતી.

Update: 2022-09-25 06:31 GMT

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ત્રણ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને 16 રને હરાવીને શ્રેણી 3-0થી જીતી લીધી છે. મહાન ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીની આ છેલ્લી મેચ હતી. આખો દિવસ ઝુલનની ચર્ચા રહી હતી, પરંતુ મેચના અંતે દીપ્તિ શર્માના રનઆઉટની ચર્ચા હતી. લોર્ડ્સમાં નોન-સ્ટ્રાઈકર એન્ડ પર દીપ્તિનો આ રનઆઉટ 'માંકડિંગ' જેવો હતો.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમ 45.4 ઓવરમાં 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે 43.3 ઓવરમાં નવ વિકેટે 153 રન બનાવ્યા હતા. ચાર્લોટ ડીન 47 અને ફ્રેયા ડેવિસ 10 રને અણનમ રહી હતી. દીપ્તિ શર્માએ 44મી ઓવરના ચોથા બોલ પર નૉન-સ્ટ્રાઇકર છેડે ઉભેલી ચાર્લોટ ડીનને રન આઉટ કરી થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ આ મેચ 16 રને હારી ગઈ હતી.

ચાર્લોટ નિયમ વિરુદ્ધ બોલ ફેંકતા પહેલા રન માટે ક્રિઝની બહાર જતી રહી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર અને બોલર દીપ્તિ શર્માએ તેને બે-ત્રણ વખત આમ કરતા જોઇ હતી. જ્યારે દીપ્તિ ચોથો બોલ ફેંકવા આગળ વધી અને ક્રિઝ પર પહોંચી, ત્યારે તેણે જોયું કે ચાર્લોટ ડીન બોલ ફેંકતા પહેલા જ આગળ વધી ગઈ હતી. દીપ્તિએ બોલ નાખ્યો ન હતો અને ડીન રનઆઉટ કરી હતી. પહેલા તેને માંકડિંગ કહેવામાં આવતું હતું, પરંતુ હવે ICCએ તેને નિયમોમાં સામેલ કરી દીધું છે. બેટ્સમેન હવે ખોટી રીતે ફાયદો ઉઠાવી શકે નહીં.

આઇસીસીએ આ વર્ષે લો 41.16 (અન્યાયી) રમતમાંથી રન-આઉટના નિયમ (38)માં માંકડિંગનો સમાવેશ કર્યો હતો. આઈસીસીના કાયદા 41.16.1 મુજબ, જો નોન-સ્ટ્રાઈકર એન્ડ બેટ્સમેન બોલ બોલરના હાથમાંથી બહાર નીકળે તે પહેલા ક્રિઝમાંથી બહાર આવે છે, તો તે રનઆઉટ થઈ શકે છે. બોલર પોતાના હાથથી બોલને વિકેટમાં ફેંકી શકે છે અથવા ફટકારી શકે છે.

જ્યારે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે પહેલા તો આ સવાલ ટાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેને ફરીથી પૂછવામાં આવ્યું તો તેણે યોગ્ય જવાબ આપ્યો. હરમનપ્રીતે કહ્યું, "મને લાગ્યું કે તમે પ્રથમ નવ વિકેટ વિશે પૂછશો કારણ કે તે પણ લેવી સરળ નહોતી. મને નથી લાગતું કે અમે કંઈ નવું કર્યું છે. મને લાગે છે કે તે બેટ્સમેનો શું કરી રહ્યા છે તેની તમારી જાગૃતિ દર્શાવે છે. હું મારા ખેલાડીનું સમર્થન કરીશ કારણ કે મને નથી લાગતું કે તેણે એવું કંઈક કર્યું છે જે ICCના નિયમોમાં નથી.

Tags:    

Similar News