કચ્છ : ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલમાં તૈયાર થઈ રહ્યા છે રમતવીરો, 15 ખેલાડીઓ પહોંચ્યા રાષ્ટ્રીય સ્તરે...

ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આર્ચરી, હોકી અને વોલીબોલના રમતવીરો તૈયાર થઈ રહ્યા છે. અહીં રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ પણ આપવામાં આવે છે.

Update: 2023-03-06 13:41 GMT

તમે ઈચ્છો છો કે, તમારું સંતાન રમત-ગમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે. જો આપનો જવાબ હા હોય તો આપે જિલ્લાની ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં સંતાનના પ્રવેશ માટે વિચારવું જોઈએ. આ છે સરહદી જિલ્લા કચ્છની માધાપરની શાળા, જ્યાં ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કુલમાં આર્ચરી, હોકી અને વોલીબોલના રમતવીરો તૈયાર થઈ રહ્યા છે. અહીં રમતવીરોને આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ પણ આપવામાં આવે છે.

Full View

હવે સવાલ એ થાય કે, શાળામાં પ્રવેશ કેવી રીતે મેળવવો..?, 11 વર્ષની વયે વિદ્યાર્થીઓનો એક ફિઝિકલ ટેસ્ટ કરવામાં આવે છે, જેના આધારે આ શાળામાં પ્રવેશ મળે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં પહેલા જિલ્લા સ્તરે અને બાદમાં રાજ્યકક્ષાએ ટેસ્ટ આપ્યા બાદ મેરીટના આધારે જિલ્લા સ્પોર્ટ્સ સંકુલમાં એડમિશન આપવામાં આવે છે. આ શાળામાં વિનામુલ્યે શિક્ષણ, પુસ્તકો, ગણવેશ અને રમતગમતના સાધનોની કીટ આપવામાં આવે છે. આ ઉપરાંત ખેલાડીઓને માસિક રૂ. 750નું સ્ટાઈપેન્ડ પણ મળી રહે છે.

જો કચ્છની DLSSની વાત કરીએ તો, આ શાળામાંથી અત્યારસુધીમાં આર્ચરીમાં 15 ખેલાડીઓ નેશનલ લેવલ સુધી પહોંચ્યા છે, તથા 7 ખેલાડીઓ આર્ચરીની એકેડમી નડીયાદમાં ઉચ્ચ તાલીમ માટે પસંદ થયા છે. માધાપર ખાતે આવેલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે વોલીબોલ, આર્ચરી અને હોકીના ખેલાડીઓને કોચ દ્વારા વૈજ્ઞાનિક ઢબે સવાર-સાંજ ઘનિષ્ઠ તાલીમ આપી તૈયાર કરવામાં આવી રહ્યા છે. આમ, રાજ્ય સરકારના ખેલ મહાકુંભ અને DLSS જેવી પહેલના કારણે ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ખેલ-પ્રતિભાઓ ઉભરી આવી છે.

Tags:    

Similar News