પેરાલિમ્પિક્સમાં ચમક્યા ભારતીયો, પ્રવીણ કુમારનો સિલ્વર માટે હાઇ જમ્પ તો અવનીએ સાધ્યુ બ્રોન્ઝ પર નિશાન

Update: 2021-09-03 08:07 GMT

ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતની અવનિ લખેરાએ કમાલ કરી દીધો છે. પેરાલિમ્પિકમાં પહેલા જ ગોલ્ડ જીતી ચુકેલી જયપુરની આ પેરા શૂટરે વધુ એખ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો છે. હવે તેણે મહિલાઓની 50 મીટર રાઈફર 3 પોઝિશન SH1 સ્પર્ધામાં શુક્રવારે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે આ સ્પર્ધાના ફાઈનલમાં 445.9નો સ્કોર કરી ત્રીજા સ્થાન પર રહી. આ રમતમાં દેશે જીતેલા મેડલોની સંખ્યા હવે 12એ પહોંચી ગઈ છે.


આ સ્પર્ધામાં ચીનની ઝાંગ ક્યુપિંગ અને જર્મનીની હિલટ્રોપ નતાશા ક્રમશઃ ગોલ્ડ અને સિલ્વર જીતવામાં સફળ રહ્યા. ક્વાલિફિકેશનમાં અવનિ લખેરા 1176 અંકોથી બીજા સ્થાન પર રહ્યા હતા. આ પહેલા 19 વર્ષની અવનિએ મહિલાઓને આર-2 10 મીટર એર રાઈફરના ક્લાસ એસએચ1માં સ્વર્ણ પદક મેળવ્યો હતો. જે પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં ભારતના શૂટિંગમાં પહેલો ગોલ્ડ મેડલ હતો. ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતીય એથલીટોનો કમાલ હજુ થંભ્યો નથી.

પેરાએથલીટ પ્રવીણ કુમારે શુક્રવારે હાઈ જંપ ટી-44માં 2.07 મીટરનો જંપ લગાવતા સિલ્વર મેડલ જીત્યો હતો. તેમણે એશિયન રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ ભારતીય ટીમને ટોક્યો ઓલિમ્પિકમાં 11માં જ્યારે હાઈ જંપમાં ચોથો મેડલ છે. 

Tags:    

Similar News