ટોક્યો ઓલિમ્પિક્સ : પીવી સિંધુએ તેની પ્રથમ મેચ જીતી, 28 મિનિટમાં સમાપ્ત કરી મેચ

10 મીટર એર પિસ્તોલમાં મનુ અને યશસ્વિની ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ; રોઇંગ ટીમ સેમી ફાઇનલમાં.

Update: 2021-07-25 06:17 GMT

ટોક્યો ઓલિમ્પિક્સમાં મેડલ રાઉન્ડના બીજા દિવસે (25 જુલાઈએ) ભારતની શરૂઆત બહુ સારી રહી નહોતી. મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતની મનુ ભાકર અને યશસ્વિની દેસવાલ ફાઇનલ માટે ક્વોલિફાય થઈ શકી ન હતી. ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુ 575 પોઈન્ટ સાથે 12મા અને દેસવાલ 573 પોઈન્ટ સાથે 13મા ક્રમે રહી છે. જો કે, રોઇંડ (નૈકાયન) તરફથી એક સારા સમાચાર આવ્યા છે. પુરૂષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં, અર્જુન લાલ અને અરવિંદ સિંહની જોડીએ રેપચેજ રેસ દ્વારા સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

બેડમિંટન મેડલની આશા અને રિયો સિલ્વર મેડલ વિજેતા પી.વી. સિંધુએ ગ્રુપ સ્ટેજમાં પોતાનો પ્રથમ મુકાબલો જીત્યો છે. તેણે ગ્રુપ જે. ના મુકાબલામાં ઇઝરાયલની સેનિયા કેસેનીયા પોલિકાર્પોવાને 21-7, 21-10થી સરળતાથી હરાવી. સિંધુએ મેચ ફક્ત 28 મિનિટમાં સમાપ્ત કરી હતી. આ દરમિયાન તેણે સતત 12 પોઇન્ટ પણ પોતાના નામે કર્યા.

આજે ભારતીય શૂટર દિવ્યાંશ સિંહ પંવાર પુરુષની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ભાગ લેશે. તેની સફળતા માટે, પરિવારના સભ્યોએ રોહતકમાં ઘરે હવન કરાવ્યો છે. હવન શનિવારની સાંજે પણ થયો હતો અને રવિવારે સવારે પણ થઈ રહ્યો છે. 18 વર્ષનો દિવ્યંશ ભારતીય ટુકડીનો સૌથી યુવા ખેલાડી છે.

બોક્સિંગ બપોરે 01:30 વાગે: 51 કિગ્રા પ્રારંભિક રાઉન્ડ 32 મુકાબલામાં એમસી મેરીકોમ વિ હર્નાડિઝ ગાર્સિયા (ડોમિનિકન રિપબ્લિક) બપોરે 3:06 વાગે: 63 કિગ્રા પ્રારંભિક રાઉન્ડ32 મુકાબલામાં મનીષ કૌશિક વિ લ્યુક મેકોરમેક (બ્રિટન).

હોકી બપોરે 3:00 વાગે- પુરૂષ પૂલ એ મેચમાં ભારત વિ ઓસ્ટ્રેલિયા.

સેલિંગ સવારે 8:35 વાગે- મહિલા વન પર્સન ડીંઘી, લેસર રેડિયલ (પ્રથમ રેસ, બોજી રેસ) નેત્રા કુમાનન સવારે 11:05 વાગે- પુરુષોની વન પર્સન ડીંઘી, લેસર (પ્રથમ રેસ, બોજી રેસ) ભારતના વિષ્ણુ સરવનન.

શૂટર સ્કીટ પુરુષો ક્વાલિફિકેશન- પ્રથમ દિવસ (મિરાજ અહેમદ ખાન અને અંગદ વિર સિંહ બાજવા) સવારે 9:30 વાગે - પુરુષોની 10 મીટર એર રાયફલ ક્વાલિફિકેશનમાં દીપક કુમાર અને દિવ્યાંશ સિંહ પંવાર.

ટેબલ ટેનિસ સવારે 10:30 વાગે- મેન્સ સિંગલ્સનો બીજો રાઉન્ડ: જી સાથીયાન વિ લામ સિઉ હોંગ (હોંગકોંગ) બપોરે 12:00 વાગે - મહિલા સિંગલ્સનો બીજો રાઉન્ડ: મનિકા બત્રા વિ મારગ્રેટા પેસોત્સ્કા (યુક્રેન).

ટેનિસ: સવારે 7:30 વાગ્યાથી શરૂ મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડની મેચમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના વિ. લિડમયલા અને નાદિયા કીચનોક (યુક્રેન).

સ્વિમિંગ બપોરે 3:32 વાગે- મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક, પ્રથમ હીટ- માના પટેલ બપોરે 4: 26 વાગે - પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોક: ત્રીજી હીટ - શ્રીહરિ નટરાજ.

Tags:    

Similar News