સુરત: ઉધના અરિહંત કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના અભાવે વરાછા કો.ઓ.બેંક સહિત ૨૪૪ દુકાનો કરાઈ સીલ

Update: 2019-07-12 06:21 GMT

તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ નિંદ્રામાંથી જાગેલ ફાયર અધિકારીઓ એક બાદ એક ફાયરસેફ્ટી વિનાની દુકાનો સહિત કોમ્પલેક્ષને નોટિસ સહિત સીલ મારવાની કવાયત હાથ ધરી છે. આજ રોજ શહેરના ઉધના વિસ્તારમાં આવેલ અરિહંત કોમ્પ્લેક્ષમાં અપૂરતી ફાયરસેફ્ટીના પગલે તમામ ૨૪૪ દુકાનોને સીલ કરાઈ હતી. આ તમામને ફાયર સેફટી સુવિધા ઉપલબ્ધ કરાવવા નોટિસ અપાઈ છે. ફાયર સેફટીની સુવિધા આવ્યા બાદ જ દુકાનોના સીલ ખોલવામાં આવશેનું જણાવાયું છે.

અરિહંત કોમ્પ્લેક્ષમાં આવેલ વરાછા કો.ઓ.બેંક સહિત એટીએમને પણ સીલ મારી દેતા બેંક કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ રાત્રી દરમિયાન મનપા ફાયર સેફટી વિભાગની કામગીરીથી ફફડાટ મચી હતી.

Similar News