સુરત આસ્થા ઈન્ટરનેશનલના નામે કંપની ખોલી લોકોના કરોડા રૂપિયા ચાવ કરનારની પોલીસે કરી ધરપકડ

Update: 2019-08-09 13:01 GMT

ગુજરાત સહિત દેશભરમાં આસ્થા ઈન્ટરનેશનલના નામે છ વર્ષથી ભાગતા- ફરતા અલ્પેશ સાવલીયાને ઝોન- વનની સ્કોવોડેકંપની ખોલી હજારો લોકોના કરોડા રૂપિયા ચાઉં કરી ગયેલા અને છ વર્ષથી ભાગતા- ફરતા અલ્પેશ સાવલીયાને ઝોન- વનની સ્કોવોડે ઝડપી લઈ ક્રાઈમ બ્રાન્ચને હવાલે કર્યો હતો.

સુરતના બે કોન્ટેબલ યુવરાજ અને સંતોષે પોલીસ વિભાગમાંથી રાજીનામું આપી આસ્થા ઈન્ટરનેશનલના નામે ચીટફંડ કંપની ખોલી હતી.ગુજરાત ઉપરાંત ઓરિસ્સા અને પં.બંગાળમાં કંપનીની શાખા ખોલી અનેક ગરીબો અને મધ્યમવર્ગીય રોકાણકારોને આકર્ષી કરોડોની છેતરપીંડી કરી હતી.બંને કોન્ટેબલ ઉપરાંત કંપનીના ડિરેકટર અલ્પેશ બાબુ સાવલીયા સહિતના આરોપીઓ વિરુધ્ઘ ક્રાઈમ બ્રાન્ચેગુનો નોંધી અને કોન્સ્ટેબલ સહિતના આરોપીઓના ધરપકડ કરી હતી. આસ્થા ઈન્ટરનેશનલની બે કંપનીઓમાં ડિરેકટર રહેલા પુણાગામ સરીતા સોસાયટીમાં રહેતો 35 વર્ષીય અલ્પેશ સાવલીયા છેલ્લા 6 વર્ષથી પોલીસના હાથમાં આવતો ન હતો. મુળ જુનાગઢનો વતની અલ્પેશ સાવલીયા સરથાણા વિસ્તારમાં આવનારો હોવાની બાતમીના આધારે ઝોન- વન સ્કોવડના કોન્સ્ટેબલ જીગ્નેશ અને અરવિંદે ઝડપી લઈ ક્રાઈમ બ્રાન્ચને સોપ્યો હતો. છ વર્ષની તે કયાં છુપાઈ રહ્યો હતો તેને લઈને ક્રાઈમ બાન્ચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News