સુરત : બારડોલી ખાતે રિવરફ્રન્ટનું કરાયું લોકાર્પણ, નગરજનોને હરવા ફરવા માટે મળ્યું એક નવું સ્થાન

Update: 2019-12-16 10:56 GMT

કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે બારડોલી ખાતે 5.16 કરોડના ખર્ચે નિર્માણ પામેલા  રિવરફ્રન્ટને  પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રિવરફન્ટ ખુલ્લો મુકાતા બારડોલી નગરજનોને હરવા ફરવાનું એક નવું સ્થાન મળ્યું છે.

બારડોલી નગરના આંગણે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 14માં નાણાં પંચ યોજના હેઠળ રૂ. 5.16 કરોડના ખર્ચે મિઢોળા નદીના કિનારે તૈયાર થયેલ પંડિત દીનદયાળ રિવરફન્ટનું લોકાર્પણ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારના હસ્તે થયું હતું. નગરમાં સાથે સાથે અન્ય 30.31 કરોડના ખર્ચે સાકાર થનાર વિવિધ વિકાસના કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

બારડોલીમાં કરોડોનો ખર્ચે વિકાસ પામેલા રિવરફન્ટની વાત કરીએ તો, પંડિત દીનદયાળ રિવરફન્ટ બનવાથી બારડોલીના નગરજનોને હરવા ફરવા માટે ઉત્તમ સ્થળ મળ્યું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ રિવરફન્ટમાં બાળકો માટે રમત ગમતના સાધનો, જોગિંગ ટ્રેક જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સમગ્ર લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Similar News