સુરત : જર્જરિત ઇમારતો સામે ટોળાતું સંકટ, કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્રની કવાયત શરૂ

Update: 2020-06-07 08:32 GMT

રાજ્યમાં વિધિવત ચોમાસું બેસવા જઈ રહ્યું છે, ત્યારે સુરતમાં તંત્ર પણ સતર્ક થયું છે. સુરતમાં જર્જરિત ઇમારતો ધરાશાયી થઈ રહી છે, તો કેટલીક જર્જરિત ઇમારતોને ફાયર વિભાગ દ્વારા ખાલી કરાવવામાં આવી રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યભરમાં ચોમાસુ બેસવા જઈ રહ્યું છે. જેમાં વરસાદના કારણે જર્જરિત ઇમારત ધરાશાયી થવાની કોઈ ઘટના ન બને તે માટે તંત્ર પણ સતર્ક થયું છે, ત્યારે જર્જરિત ઇમારતથી કોઈ મોટું નુકશાન ન થાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે.

સુરત શહેરમાં ગતરોજ વરસેલા વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદ નજીક આશરે 40 વર્ષ જૂની બિલ્ડિંગની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો હતો, ત્યારે બિલ્ડીંગ નીચે ઊભા રહેલા એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થતાં જીવનું જોખમ ટળ્યું હતું. તો ભાગળ વિસ્તારના રાજમાર્ગ પર આવેલી 3 માળની જર્જરિત ઇમારતને ફાયર વિભાગની મદદથી ખાલી કરવામાં આવી હતી. ચોમાસા દરમ્યાન કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

Tags:    

Similar News