સુરત : પિતા અને પુત્રના ગોરખધંધા, 14 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયાં

Update: 2021-01-24 14:24 GMT

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 14 લાખના MD ડ્રગ્સ સાથે પિતા-પુત્રને ઝડપી પાડયાં છે.  સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા 5 મહિનાથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા

સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે સોદાગરવાડ દાર-એ-ગલી બિલ્ડીંગમાં દરોડા પડ્યા હતાં. પોલીસને મકાનમાં લોખંડના ખાટલા પરથી એક બેગ મળી આવી હતી. જેમાં 133 ગ્રામ MD ડ્રગ્સના પેકેટ મળી આવ્યા હતા જેની 13.30 લાખ કિંમત આંકવામાં આવી  છે  શહેરના સોદાગરવાડ ખાતે રહેતા 45 વર્ષીય અબ્દુલકાદર અબ્દુલગની ડોબીવાલા અને તેમનો 23 વર્ષીય પુત્ર ઉસ્માનગની ઉર્ફે સલમાન છેલ્લા 5 માસથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકો મેળવી ખાતરી કરીને ડ્રગ્સનું વેચાણ કરતાં હતાં.

મુંબઈ ખાતે સાકીનાકા પેનનસુલા હોટેલની ગલીમાં રહેતો મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદ પાસેથી સલમાન ડોબીવાલા બાયરોડ કે ટ્રેન મારફતે MD ડ્રગ્સ લઈ આવતો હતો. સલમાન સુરતમાં સોશિયલ મીડિયા માધ્યમથી ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ડ્રગ્સ ખરીદવા માંગતાં ગ્રાહકોને સોશિયલ મીડિયાના માધ્યમથી  કોલ કરી નકકી કરેલી  જગ્યા પર બોલાવવામાં આવતાં હતાં. ગ્રાહકની ખાતરી કર્યા બાદ તેમને અન્ય સ્થળે લઇ જવામાં આવતાં હતાં અને  અબ્દુલકાદર ડોબીવાલાને ડ્રગ્સ લઈને બોલાવી વેચાણ કરતો હતો હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બંને પિતા પુત્રની ધરપકડ કરી મુંબઈના મહેંદી ઉર્ફે મોહમદ ઝૈદને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News