સુરત : કીમ ગામના સરપંચએ કોરાનાને આપી મ્હાત, 20 દિવસ બાદ ઘરે પરત ફરતા ગામલોકોએ કર્યું સ્વાગત

Update: 2020-08-10 10:31 GMT

કીમ ગામના સરપંચ કરશન ભાઈ ડોઢિયાનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવતા કરશનભાઇ વધુ સારવાર માટે સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો 20 દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

લોકડાઉનમાં દરમિયાન પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરનાર કીમ ગામના સરપંચ કરશન ભાઈ ડોઢિયાનો આરોગ્ય વિભાગ દ્વારા કોરાના ટેસ્ટ કરવામાં આવતા તેઓનો કોરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. જોકે સામાન્ય લક્ષણો દેખાતા કરશનભાઇને આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. પણ કરશન ભાઈ તબિયત બગડતા તેઓ વધુ સારવાર માટે સુરતની પ્રાવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની 20 દિવસની સારવાર બાદ કોરાના રિપોર્ટ નેગેટિવ આવી જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. કરશનભાઇ કોરાના સામે જંગ લડી ઘર વાપસી કરતા પરિવાર અને ગામલોકો દ્વારા કરશનભાઇનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News