સુરત : ઓલપાડ તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો

Update: 2021-02-12 13:32 GMT

સુરત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતની 24 બેઠકો અને જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પગલે વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે, ત્યારે ઉમેદવારોએ પોતાના ટેકેદારો અને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. કોરાના કાળમાં ઓલપાડ ટાઉન ખાતેના કઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા હતા. સૌ પ્રથમ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલના કાર્યાલય નજીક મોટી સંખ્યામાં ભાજપના ઉમેદવારો અને સમર્થકો ભેગા થયા હતા. ઉત્સાહી ઉમેદવારો અને નેતાઓ પણ કોરાના ગાઈડલાઈનનું ભાન ભૂલ્યા હતા. ખુદ સાંસદ અને ધારાસભ્ય પણ ભીડનો ભાગ બન્યા હતા. હાજર બંન્ને પક્ષના ઉમેદવારોએ જીતના દાવા સાથે ફોર્મ ભર્યા હતા.

જોકે હાલમાં જ ભાજપ દ્વારા સાયણ બેઠક પર આયાતી ઉમેદવારની પસંદગી કરાતા ભાજપના સ્થાનિક નેતાઓ નારાજ થયા હતા. જેમાં ઓલપાડ તાલુકા સંગઠન મંત્રી દિપક પટેલે ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી કોંગ્રેસના ઉમેદવાર સાથે ફોર્મ ભરવા આવ્યા હતા, ત્યારે સાયણ બેઠક પર ભાજપના આયાતી ઉમેદવારને હરાવવા દિપક પટેલ મેદાને પડ્યા છે.

ઓલપાડ તાલુકા પંચાયતની કુદસદ 1 બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી વિજય ભોકળવાએ ફોર્મ ભર્યું હતું. વિજય ભોકળવાએ જણાવ્યુ હતું કે, અમારા વિસ્તારમાંથી ભાજપ તમામ ફોર્મેટની ચૂંટણી જીતે છે. છતાં અમારા વિસ્તારમાં કોઈ વિકાસના કામો થતા નથી. આથી હુએ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. તો સાથે જ આ બેઠક પર જનતાનું સમર્થન મળ્યું છે અને આ બેઠક પર હું ચૂંટણી જીતી જઈશ તો પ્રજા વચ્ચે રહી વિકાસના કામ કરતો રહીશ.

Tags:    

Similar News