સુરત : ઓલપાડના ઉમરાછી ગામની મહિલા જાતે ટ્રેકટર ચલાવી કરે છે ખેતી, નિહાળો તેમની સંઘર્ષ ગાથા

Update: 2021-03-08 11:36 GMT

તમે ખેતરોમાં ખેતી કરતાં પુરૂષોને જોયા હશે પણ એક સ્ત્રીને ખેતરમાં જાતે ટ્રેકટર ચલાવી ખેતી કરતાં જોઇને આશ્ચર્ય થશે.

જીવનમાં આવતાં પડકારો સામે ઝઝુમવાના બદલે કેટલાય લોકો ઘુંટણીયા ટેકવી દેતાં હોય છે. આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઉજવણી કરાય રહી છે ત્યારે અમે તમને બતાવી રહયાં છે ઓલપાડના ઉમરાછી ગામના લલિતાબેન પટેલની સંઘર્ષગાથા..ઉમરાછી ગામમાં રહેતા લલિતા બહેન તેમના પતિ સતીશભાઈ પટેલ દીપેશ ગોહિલની 50 વીંઘા જમીનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. લગ્ન જીવન દરમિયાન પટેલ દંપત્તિને ત્યાં બે દિકરી અને એક દીકરાનો જન્મ થયો હતો. સંજોગોવસાત સતીશ પટેલનું કેન્સરની બિમારીના કારણે મૃત્યું થયું હતું.

લલિતાબેનના શિરે પરિવારના ભરણપોષણની જવાબદારી આવી પડી હતી. હિમંત હારવાના બદલે લલિતાબેને સંઘર્ષનો માર્ગ અપનાવ્યો હતો. તેમણે પતિની જગ્યાએ ખેતીની જવાબદારી સંભાળી લીધી હતી. તેઓ 10 વર્ષથી જાતે ટ્રેકટર ચલાવી 50 વીંઘા જમીનમાં ખેતની સાથે સાથે પશુપાલન પણ કરે છે. અથાગ મહેનત કરી પગભર થયાં છે અને આજે તેમણે સ્વબળે બે દીકરીઓને સાસરે વળાવી દીધી છે. તેમનો પુત્ર અશોક પણ માતાની સાથે ખેતરમાં ટ્રેકટર ચલાવી માતાને મદદરૂપ બન્યો છે. તળપદા કોળી સમાજમાંથી આવતા લલિતાબેન આજે અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે ત્યારે એમના સંઘર્ષ અને હિંમતપૂર્વકના જીવનને કનેક્ટ ગુજરાત આજના વિશ્વ મહિલા દિવસે સત-સત નમન કરે છે.

ઉમરાછી ગામના લોકો જણાવી રહયાં છે કે લલિતાબેનવર્ષોથી ટ્રેકટર ચલાવી જે હિમંતપુર્વક કાર્ય કરી બતાવ્યું છે તે અન્યો માટે પ્રેરણાદાયી છે.લલિતાબેન પશુપાલન પણ કરે છે.પતિના મૃત્યુ બાદ એકલે હાથે 50 વીંઘા જમીન સંભાળવી અને ત્રણ બાળકોનું ભરણપોષણ કરવું એ મક્કમ મન અને હિંમત વિના શક્ય નથી. તેઓ અમારા ઉમરાછી ગામનું ગૌરવ છે.વિશ્વ મહિલા દિવસે એમના માંથી અન્યોએ પ્રેરણા લેવી જોઈએ.

Tags:    

Similar News