સુરત : 11 માસ બાદ શાળાઓમાં ધો-9 અને 11 વર્ગો પુનઃ શરૂ, પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓનું આગમન

Update: 2021-02-01 07:29 GMT

ગુજરાત સરકાર દ્વારા 11 માસ બાદ રાજ્યભરમાં ધોરણ 9 અને 11 વર્ગો પુનઃ શરૂ કરવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરમાં પણ શાળાઓ શરૂ થતાં પ્રથમ દિવસે જ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ધોરણ 9 અને 11ના શાળા વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે સુરત શહેર સહિત જિલ્લામાં ધોરણ 9 અને 11ની 700 જેટલઈ ખાનગી શાળા, 196 ગ્રાન્ટેડ અને 23 જેટલઈ સરકારી શાળા મળી કુલ 919 શાળાઓ કાર્યરત છે. જેમાં ધોરણ 9ના 87 હજાર અને ધોરણ 11ના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

જોકે રાજ્યભરમાં 11 માસ બાદ શાળાઓ પુનઃ શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે 80% વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા તૈયાર થયા છે. જેમાં સોમવારની વહેલી સવારથી જ શાળાઓ વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે, ત્યારે શાળા સંચાલકો અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આવકરવામાં આવ્યા હતા. જોકે શાળાએ આવતા વિદ્યાર્થીઓને સૌપ્રથમ સેનેટાઈઝિંગ તેમજ સ્ક્રીનીંગ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો સાથે જ કોરોનાની ગાઈડલાઈન અનુસાર એક બેન્ચ પર ફક્ત એક વિદ્યાર્થીને બેસાડવામાં આવ્યા હતા. જોકે વિદ્યાર્થીઓ પણ શાળાએ આવતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. જોકે ઓનલાઈન અભ્યાસ કરતા ઓફલાઇન અભ્યાસમાં સારી રીતે ભણતર થતું હોવાનો વિદ્યાર્થીઓએ મત વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News