સુરત: SVNIT કોલેજમાં ધરણા, પગાર, પેંનશન સમયસર નહીં મળતા નોંધાવ્યો વિરોધ

Update: 2019-07-24 12:36 GMT

સુરત પીપલોદ ખાતે આવેલા સરદાર વલ્લભ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કર્મચારીઓ દ્વારા આજે ધરણા કરવામાં આવ્યા હતાં. આશરે 400 જેટલા ટીચિંગ, નોન ટીચિંગ સ્ટાફ, અને પેનશરો ટેક્નિકલ સ્ટાફ સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. એસવીએનઆઈટીમાં પગાર, પેંનશન સમયસર નહીં મળતા 400 જેટલા કર્મચારીઓએ વિરોધ નોંધાવયો હતો.

આ અંગે એસવીએનઆઈટી ઓથોરિટી ડાયરેકટ રજીસ્ટ્રરને રજુઆત કરાઈ હતી..સમયસર પગાર અને પેંન્સન ન મળતા કર્મચારીઓ વિફર્યા હતા.નિવૃત્ત કર્મચારી બી.જે.બાટલીવાળાએ જણાવ્યું હતું કે સંસ્થામાં 32 વર્ષ સુધી નોકરી કર્યા બાદ રિટાયર્ડ થયો છું. પગાર અને પેંન્સન હમેશા થી મોડા મળે છે.જૂન માસનું પેંન્સન અત્યારસુધી મળ્યું નથી..જેથી પેંન્સનરો અને રેગ્યુલર સ્ટાફ આર્થિક સનકડામન માં આવી ગયું છે.તમામ 275 પેન્સનરો, 182 ટીચર અને 67 રેગ્યુલર નોન ટીચિંગ સ્ટાફ સહિત અન્ય 100 સ્ટાફ છે. જે રજુઆત કરવા આવ્યા છે.

જ્યારે સંસ્થામાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતી સ્વેતા પાઠકે જણાવ્યું હતું કે તેમણે પગાર સમયસર મળી રહ્યું નથી.અગાઉ સર્ક્યુલર કાઢતા હતા કે પગાર નહીં થશે, જ્યારે હવે સર્ક્યુલર પણ કાઢતા નથી.કોઈ પણ જાણકારી વગર તેઓ દ્વારા આ વિલંબ કરવામાં આવી રહ્યું છે. જ્યારે રજુઆત કરવા આવેલા લોકો ને સંસ્થા દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યારસુધી તેમને બે ગ્રાન્ટ મળી નથી.હાલ તેમને પેંન્સન અથવા પગાર અપાય તેમ નથી.

Similar News