સુરત : અડાજણ ખાતેથી 52 આરોગ્ય કેન્દ્રો પર મોકલાશે વેકસીન, જુઓ કેવી છે તૈયારી

Update: 2020-12-07 11:30 GMT

સુરતમાં કોરોના વેકસીન પહેલા મહાનગરપાલિકા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સોમવારના રોજ  મેયર સહિત પાલિકા અધિકારીઓએ અડાજણ ખાતે આવેલાં વેકસીન ડેપોની મુલાકાત લઇ વિતરણ વ્યવસ્થા તથા તૈયારીઓનો તાગ મેળવ્યો હતો.

સુરત મહાનગરપાલિકા દ્વારા અડાજણના શહેરી આરોગ્ય કેન્દ્ર પર પરથી 52 જેટલા સેન્ટરોમાં વેકસીન મોકલવામાં આવશે. અડાજણ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિનેશન સ્ટોર છે જ્યાં 14 લાખ ડોઝ સ્ટોર થઈ શકે તેટલી ક્ષમતા છે. સુરતમાં વેક્સિન ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ વેક્સિન આવ્યા બાદ તેનું આયોજન કેવી રીતે કરવું તે માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. સુરતમાં સૌથી પહેલા વેક્સિનનહેલ્થ વર્કર અને ત્યારબાદ ફ્રન્ટ લાઇન વર્કરને રસી આપવામાં આવશે. અડાજણ હેલ્થ સેન્ટરના વેક્સિનેશન સ્ટોરેજ ઉપરાંત અન્ય આરોગ્ય કેન્દ્ર પણ રસીનું સ્ટોરેજ કરાશે

Tags:    

Similar News