સુરત : કારખાનામાં લેસ પટ્ટીથી ગળે ફાંસો ખાઈ વેપારીએ જીવન ટુકાવ્યું, ઉધના પોલીસે તપાસ હાથ ધરી

Update: 2021-02-25 11:08 GMT

સુરત શહેરના ઉધના વિસ્તારમાં લેસ પટ્ટીના વેપારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે. બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ મહાદેવનગરમાં રહેતો મૂળ મહારાષ્ટ્રનો વતની 22 વર્ષીય મહેશ જાદવ ઉધના સોનલ ઇન્ડસ્ટ્રી ખાતે લેસ પટ્ટીનો વેપાર કરતો હતો. ગુરુવારની સવારે મહેશ જાદવ કારખાનામાં જ છતના હુક સાથે લેસ પટ્ટી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, ત્યારે અન્ય કારખાનેદારની નજર પડતાં પરિવારને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં જ પરિવારના સભ્યો સહિત ઉધના પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે મહેશ જાદવે કયા કારણોસર આપઘાત કર્યો છે, તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. હાલ તો ઉધના પોલીસે આપઘાતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News