સુરત : સોશિયલ મિડીયામાં છવાઇ જવા સુરતના યુવાનનો ગજબ આઇડીયા, પણ અંતે મળી જેલ

Update: 2021-03-11 12:23 GMT

હવે નજર કરીએ એક અજીબોગરીબ આરોપી પર કે જેણે પોતે જેલમાં જશે તો સોશિયલ મિડીયા અને સમાજમાં પ્રસિધ્ધિ મળશે તેવા ભ્રમ સાથે આઠ વર્ષીય બાળકનું અપહરણ કર્યું હતું.

સોશિયલ મિડીયાનો જમાનો છે ત્યારે સચીન જીઆઈડીસીના તલંગપુર વિસ્તારમાંથી પડોશીના આઠ વર્ષીય પુત્રનું અપહરણ કરી પ્રસિધ્ધિ મેળવવાના કારસાનો પર્દાફાશ થયો છે. આખી ઘટના પર નજર નાંખવામાં આવે તો પાલનપુર વિસ્તારમાં રહેતા ઓરિસ્સાવાસી દંપતીના આઠ વર્ષીય પુત્રના અપહરણની ઘટના બની હતી.

આ બાળકનું અપહરણ સુરતમાં 10 દિવસ પહેલાજ રહેવા આવેલો છતીસગઢનો વતની રાધવેન્દ્ર ઉર્ફે ભારત રામશરણ કેવટ કરી ગયો હોવાની વિગતો સપાટી પર આવી હતી. અપહરણ સંદર્ભમાં તેના વાલીઓએ સચિન જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરતાં આરોપી તેની સાથે રહેતાં યુવાનનો મોબાઇલ ફોન લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું. મોબાઇલનું લોકેશન ટ્રેસ કરી આરોપી યુવાનને ભુસાવળ નજીકથી ઝડપી લેવાયો હતો.

સચીન પોલીસે આરોપીનો કબજો મેળવી પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપી છત્તીસગઢના કોરિયા જીલ્લાના ટાંકીદફાઇ ગામનો રહેવાસી હોવાનું તેમજ પોતે જેલમાં જશે તો બધાને ખબર પડશે કે તે જેલમાં જઇ આવ્યો છે અને ખુબ પ્રસિધ્ધિ મળશે તેવી કબુલાત કરી છે. આરોપીએ માત્ર સસ્તી પ્રસિધ્ધિ મેળવવા આ કૃત્ય કર્યું હોવાનું સુરતના એસીપી જે.કે. પંડયાએ જણાવ્યું હતું.

Tags:    

Similar News