સુરત : પાંડેસરા નજીક મકાનમાં ફાટી નીકળી અચાનક આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Update: 2021-11-08 15:18 GMT

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, પાંડેસરા વિસ્તારમાં આવેલા આવિર્ભાવ સોસાયટીના એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળવાનો કોલ મળતા જ ફાયર વિભાગના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ સમગ્ર આગને કાબુમાં લીધી હતી. જોકે, ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની નહીં થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાશ લીધો હતો. આગની ઘટનામાં ઘર સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.

Tags:    

Similar News