સુરત : પાટીદારોના ગઢમાં આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા-ધાર્મિક માલવીયાની પ્રથમ રેલી.

અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાતા સુરત ખાતે રાજકીય રીતે મહત્વની એવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું,

Update: 2022-11-05 10:49 GMT

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા સત્તાવાર રીતે આપ પાર્ટીમાં જોડાતા સુરત ખાતે રાજકીય રીતે મહત્વની એવી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ યાત્રાને મોટી સંખ્યામાં ઉપસ્થિત બન્ને નેતાઓના સમર્થકોએ આગળ ધપાવી હતી.

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયા અને પાસના નેતા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના માનગઢ ચોકથી શરૂ થયેલી આ યાત્રા ધીરે ધીરે આગળ વધતી ગઈ, અને લોકો પણ તેમાં જોડાતા ગયા હતા. અલ્પેશ કથિરીયા પહેલી વખત પોતાની રાજકીય સફર શરૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે દેશભક્તિના ગીત સાથે સુરત શહેરના પાટીદારોના ગઢમાં વિશાળ યાત્રા યોજાય હતી. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના કામરેજના ઉમેદવાર રામ ધડુક પણ સાથે જોડાયા હતા. અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખતા હવે તિરંગા યાત્રા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર યાત્રા દરમ્યાન કામરેજ વિધાનસભા સહિત વરાછા, કાપોદ્રા સર્કલ, કતારગામ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા.

Tags:    

Similar News