સુરત : નેશનલ હાઇવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં 3 લોકોના કમકમાટી ભર્યા મોત.....

અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માત સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાયો હતો.

Update: 2023-10-08 07:35 GMT

સુરતના અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે વધુ એક અકસ્માત સુરતના કામરેજના ઉંભેળ ગામ પાસે નેશનલ હાઇવે 48 પર સર્જાયો હતો. નેશનલ હાઇવે 48 પર રોડ બનાવવાવાના મશીન સાથે જોરદાર રીતે ટ્રેલર અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. રોડ બનાવવાના મશીન ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો અન્ય બે કામદાર ગંભીર રીતે ઘવાયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે, 2 કલાકની જહેમત બાદ ટ્રેલર ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે રસ્તા પર લાંબા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. રસ્તા પર ઓઇલ ઢોળાયું હોવાથી ફાયર ટીમે રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ પણ ઘટનની જાણ થતાં આવી પહોચી અને અકસ્માતના કારણે સર્જાયેલી ટ્રાફિકને નિયંત્રિત કરી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.

Tags:    

Similar News