સુરત: નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન,વિજેતાઓને ઈનામ કરાયા એનાયત

સુરતમાં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાય બેડમિન્ટન સ્પર્ધા, વિજેતાઓને ઈનામ એનાયત કરાયા

Update: 2022-10-06 12:52 GMT

સુરતમાં તા.૧ થી ૬ ઓક્ટો. દરમિયાન આયોજિત બેડમિન્ટન સ્પર્ધાના અંતિમ દિને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદ મોરડીયાના અધ્યક્ષસ્થાને બેડમિન્ટન સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીના હસ્તે બેડમિન્ટનના વિજેતા સ્પર્ધકોને મેડલો એનાયત કરાયા હતા.સિંગલ્સ વુમેન્સમાં છત્તીસગઢની આકર્ષી કશ્યપે અને મેન સિંગલ્સમાં તેલંગાણાનાં સાંઈ પ્રણિતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ રમતમાં પુરૂષોની મિક્સડ ડબલ્સ મહિલા ડબલ્સ, મિક્સડ ડબલ્સ (પુરૂષો અને મહિલા) અને સિંગલ્સ (પુરૂષ અને મહિલા)નો સમાવેશ થાય છે.આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાપટેલ, પોલીસ કમિશનર અજય તોમર, નાયબ વન સંરક્ષકપુનિત નૈયર તેમજ અધિકારીઓ સહિત શહેરીજનો અને શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News