સુરત: ભારત વિકાસ પરિષદ ગુજરાતનાં દક્ષિણ પ્રાંતના પદાધિકારીઓનો દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાશે

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે.

Update: 2022-07-09 11:30 GMT

રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1425 કરતા વધુ શાખા છે.

ભારત વિકાસ પરિષદ ગુજરાતના દક્ષિણ પ્રાંતના પદાધિકારીઓનો દાયિત્વ ગ્રહણ એટલેકે શપથ ગ્રહણ સમારોહ રવિયાર તારીખ 10મી જુલાઇના રોજ સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણી એકેડમી ખાતે યોજાશે જેમાં ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ શ્યામજી શર્મા, પશ્વિમ ક્ષેત્રના મહાસચિવ લક્ષ્મીનિવાસ જાજુ,પશ્વિમ ક્ષેત્રના સંયુક્ત મહાસચિવ પ્રકાશ કસવાલા ઉપસ્થિત રહેશે. જેમાં નવા હોદ્દેદારોને દાયિત્વ ગ્રહણ કરાવવામાં આવશે

પ્રાંતના અધ્યક્ષ પ્રેમ શારદા અને પ્રાંત મહાસચિવ હિતેશ અગ્રવાલ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે

Tags:    

Similar News