સુરત: સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને અપાશે બોનસ,ઓર્ગેનિક લેબ પણ બનાવાશે

સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને અખાત્રીજની ભેટ આપવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે

Update: 2022-05-03 10:27 GMT

સુરતની સુમુલ ડેરી દ્વારા પશુપાલકોને અખાત્રીજની ભેટ આપવામાં આવી છે. સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે બોનસની જાહેરાત કરવામાં આવી છે તો સાથે જ પશુપાલકો માટે ઓર્ગેનિક લેબ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે

અખાત્રીજના દિવસે સુમુલના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે બોનસ જાહેર કરવામાં આવ્યું છે. પશુપાલકોને કિલોદીઠ 92 રૂપિયા બોનસ આપવામાં આવશે. 260 કરોડ રૂપિયાનું બોનસ મંડળીના ખાતામાં 4 જૂને જમા થશે આજથી ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ભેંસના દૂધમાં કિલોફેટે 5 રૂપિયાનો વધારો અને ગાયના દૂધમાં કિલોફેટે 725 ચુકવવામાં આવશે,પહેલા 710 રૂપિયા હતા ભેંસના દૂધમાં કિલોફેટે 730 ચુકવવામાં આવશે.પહેલા 725 રૂપિયા હતા

સુમુલ ડેરી દ્વારા દુધ અન દુધની બનાવટનું ધરખમ વેચાણ થતા કોરોનાકાળમાં જે ટન ઓવર થતુ હતુ તેના કરતા આ નાણાંકીય વર્ષ 2021-22 માં 464.49 કરોડ વધીને 4603.27 કરોડ થતા જ પશુપાલકોને ગાય, ભેસના દુધમાં કિલોફેટે વધારો કરીને રૃા.260 કરોડ બોનસ ચૂકવવાનું નક્કી કરાયુ છે લોન પર જે વ્યાજ ચૂકવવાતું હતું તેમાં એક લીટર હવે 50 પૈસા જ થઈ ગયા છે.આજની તારીખમાં ઓર્ગેનિક ખેતીનું ચલણ વધ્યુ હોવાથી ખેડુતો ખેતરમાં જ ઓર્ગેનિક પાક લે છે. તે પાકની ખરાઇ કરવા માટે સુમુલ હવે ઓર્ગેનિક લેબ બનાવશે. આ લેબમાં ખેડુતો પોતાના પાકનું ટેસ્ટીંગ કરાવી શકશે. અંદાજે 20 કરોડના ખર્ચે લોન બનાવાશે. જેમાંથી 80 ટકા સબસીડી મળશે. આમ ખેડુતો માટે આર્ગેનિક પાકનું પણ પ્રમાણ મળશે.

Tags:    

Similar News