સુરત: કડોદરાની પ્રકાશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ, વિકરાળ આગ લાગતા દોડધામ

સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી

Update: 2023-02-01 09:42 GMT

સુરત જિલ્લાના કડોદરા ખાતે આવેલ પ્રકાશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી યાન બનાવવાના ખાતામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

Full View

સુરતના કડોદરાના ગબબરવાળી માતાની ગલીમાં આવેલ ઇન્ડસ્ટ્રીમાં આજે સવારે 5 વાગ્યાના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. પ્રકાશ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નં.108 અને 109માં પલાડીયા એન્ટરપ્રાઇઝ આવેલ છે. જેના યાન બનાવવાના ખાતામાં આગ લાગી હતી. યાનમાં આગ લાગવાથી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અફરાતફરીનાં માહોલ વચ્ચે ઘટનાની જાણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી.બારડોલી, પી.ઇ.પી.એલ, કામરેજ અને ટોરેન્ટની કુલ 7 જેટલી ગાડીઓ સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કરાયો હતો. દરમિયાન યાનનાં ખાતામાં ગેસની બોટલ હતી જે બ્લાસ્ટ થતા આગ વધુ વિકરાળ બની હતી. ફાયરની તમામ ટીમે 5 કલાકની જહેમત કરી આગ પર કાબુ મેળવાયો હતો 

Tags:    

Similar News