સુરત: હજીરા ઘોઘા રો-પેક્ષ ફેરી સર્વિસનો પુન: એકવાર પ્રારંભ

કોરોના મહામારીને કારણે બંધ રહેલી રો-પેક્સ સેવા ફરી શરૂ થતા હવે સૌરાષ્ટ્ર થી સુરત જતા પરિવારોની મુસાફરી સહેલી બનશે

Update: 2021-10-19 05:00 GMT

કોરોના મહામારીને કારણે બંધ રહેલી રો-પેક્સ સેવા ફરી શરૂ થતા હવે સૌરાષ્ટ્ર થી સુરત જતા પરિવારોની મુસાફરી સહેલી બનશે, કોરોના કાળમાં કોરોના સંકટ વચ્ચે રોપેક્સ સેવા બંધ કરી દેવામાં આવી હતી જો કે આજથી ફરી ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસનો પુન :પ્રારંભ થયો છે.અંદાજે અઢી મહિના જેટલા સમય સુધી બંધ રહેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ ફરી શરૂ થતા દરિયાઈ મુસાફરી કરનાર લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

હવે ભાવનગર અને સુરત આવતા પરિવારને રોપેક્સ સેવાનો લાભ મળી રહેશે, ભાવનગર-સુરત વચ્ચે જળમાર્ગે કનેક્ટીવીટી વધારી અંતર ઘટાડવાના હેતુથી નવેમ્બર-૨૦૨૦થી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. પરતું રાજ્યમાં કોરોના સંક્રમણ વધી જતા આ ફેરી બંધ કરવાની ફરજ પડી હતી. આજથી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા પુનઃ શરૂ થતા આ ફેરી સવારે ૮ કલાકે હજીરાથી પ્રથમ ટ્રીપ રવાના થઇ હતી. જ્યારે ઘોઘાથી બપોરે ૩ કલાકે પ્રથમ ફેરો રવાના થશે

Tags:    

Similar News