સુરત: વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઝાડ કાપી થડમાં એસિડ રેડ્યું, પોલીસને અરજી આપવામાં આવી

વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.ગઈકાલે રાત્રે વરાછા કિરણ ચોક ત્રિકોણ સર્કલમાં કોઈ અસામાજિક તત્વોએ ઝાડ કાપી નાખ્યા છે.

Update: 2022-12-23 11:16 GMT

સુરત શહેરના વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.ગઈકાલે રાત્રે વરાછા કિરણ ચોક ત્રિકોણ સર્કલમાં કોઈ અસામાજિક તત્વોએ ઝાડ કાપી નાખ્યા છે. એટલું જ નહીં ઝાડ કાપી થડમાં એસિડ પણ નાખી ફરાર થઈ ગયા છે. ઘટનાને લઇ વૃક્ષ પ્રેમીઓમાં રોજ જોવા મળી રહ્યો છે વૃક્ષ પ્રેમીઓ ખૂબ લાગણીથી આ ઝાડ વાવે છે.એનું જતન કરે છે.પણ અસામાજિક તત્વોએ એક સાથે 10થી વધુ ઝાડ કાપી નાખતા વૃક્ષ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક કોર્પોરેટર વિપુલ સુહાગિયાને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સમગ્ર ઘટનાને લઈ તાત્કાલિક તપાસ કરવા અને આ અસામાજીક તત્ત્વો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે.હાલ તો ઘટનાને લઇ ગ્રીન આર્મી ગ્રુપ દ્વારા સરથાણા પોલીસ મથકે અસામાજિક તત્વો વિરુદ્ધ અરજી આપી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે

Tags:    

Similar News