સુરત : ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ થાય તે માટે વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓએ શરૂ કર્યા હનુમાન ચાલીસાના પાઠ

ભારત માટે આજે અવકાશી વિજ્ઞાન માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં અનેક પ્રોજેક્ટો કરવામાં આવ્યા છે,

Update: 2023-08-23 08:15 GMT

ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થાય તે માટે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યા છે.

ભારત માટે આજે અવકાશી વિજ્ઞાન માટે ઐતિહાસિક દિવસ બની રહેશે. ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં અનેક પ્રોજેક્ટો કરવામાં આવ્યા છે, પરંતુ સાઉથ પોલ ઉપર કોઈપણ પ્રકારનું લેન્ડર સફળતાથી લેન્ડિંગ થઈ શક્યું નથી. આજે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરવા જઈ રહ્યું છે, ત્યારે દેશભરના લોકો પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી રહ્યા છે. જેના પગલે સુરતમાં પણ અલગ અલગ શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્ય દ્વારા હનુમાન ચાલીસા પાઠ અને ગણેશ ધૂન બોલાવી વૈજ્ઞાનિકોની મહેનત રંગ લાવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. સમગ્ર દેશના લોકોની નજર આજે ચંદ્રયાન-3 પર છે, ત્યારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાના અખંડ પાઠ શરૂ કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News