સુરત : વેસુ-આભવામાં નવા બાંધકામની સાઈટ પર પાંચમા માળેથી પટકાતાં સુપરવાઇઝરનું મોત...

શહેરના વેસુ આભવા રોડ ખાતે આવેલ નવા બાંધકામના સાઈટ પર કામ કરતા સુપરવાઇઝર પાંચમા માળેથી નીચે પટકાઈ જતા મોત નીપજ્યું છે. પ

Update: 2022-12-20 10:40 GMT

સુરત શહેરના વેસુ આભવા રોડ ખાતે આવેલ નવા બાંધકામના સાઈટ પર કામ કરતા સુપરવાઇઝર પાંચમા માળેથી નીચે પટકાઈ જતા મોત નીપજ્યું છે. પરિવારે કોઈ ઈસમ દ્વારા ધક્કો મારી ઘટનાને અંજામ આપ્યો હોવાના આક્ષેપો કર્યા છે.


મળતી માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશના સીધી જિલ્લાના કોઠીયા ગામનો વતની 42 વર્ષીય રાજેશ તિવારી સુરત શહેરના વેસુ કેનાલ રોડ ખાતે બકાનજા ધ અટ્રેસ નવું બાંધકામના સાઈટ પર રહેતા હતા. બે મહિના અગાઉ જ બકાનજા ધ અટ્રેસમાં સુપરવાઇઝર તરીકે કામમાં જોડાયા હતા. સાંજના સમયે નવા બિલ્ડીંગના પાંચમા માળેથી નીચે ભટકાઈ જતા તેમનું ગંભીર મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને પીએમ અર્થ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.રાજેશ તિવારીના પરિવારમાં પત્ની એક પુત્ર અને પુત્રી છે પુત્ર સંજય કુમાર તિવારી બકાનજા ધ અટ્રેસ પાસે આવેલ એપાર્ટમેન્ટમાં સિક્યુરિટી તરીકે કામ કરી બહેન અને માતા સાથે રહે છે જયારે રાજેશભાઈ તિવારી બાંધકામ સાઇટ પર જ રહેતા હતા. જોકે, મૃતક રાજેશ તિવારીના સંબંધી પવન કુમારે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કન્ટ્રશન સાઈડ પર સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા ત્યાં રોજિંદા રાત્રી 12:00 વાગ્યા સુધી કામ ચાલતું હતું પરંતુ આજે જ્યારે હું 7 વાગે ત્યાં પહોંચ્યો એક પર મજુર ત્યાં જોવા મળ્યો ન હતો. બિલ્ડર કે બિલ્ડરના માણસો પણ ત્યાં ઉપસ્થિત ન હતા. ડેડબોડી ત્યાં પડેલી હતી. મને એમ લાગે છે કે કોઈએ તેમની સાથે છેડછાડ કરી તેમને કોઈએ ઉપરથી ધક્કો મારીને હત્યા કરી હશે. વધુમાં બિલ્ડર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમારો બિલ્ડરો પર આક્ષેપ છે કે, મૃતક રાજેશ બિલ્ડર પાસે કામ કરતા હતા.કોઈ પણ સેફટી ન હતી રાજેશભાઈના માથામાં હેલ્મેટ ન હતું અને પગમાં સેફ્ટી સૂઝ પણ ન હતા. અમારી માંગ છે કે, પોલીસે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

ઉલ્લેખની એ છે કે કન્ટ્રક્શનની સાઇટ પર કોઈપણ પ્રકારની સેફટી વગર કામ કરતાં શ્રમિક મજૂરના મોતની ઘટના અનેક વખત પ્રકાશમાં આવતી હોય છે ત્યારે રાજેશભાઈના પરિજનો દ્વારા જણાવ્યા પ્રમાણે બિલ્ડર દ્વારા કોઈપણ પ્રકારની સેફ્ટી ન આપી હોવાનું સામે આવ્યું છે. જ્યારે બિલ્ડરના બેદરકારીથી મોત નીપજ્યું છે કે શું તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. હાલ તો અલથાણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

Tags:    

Similar News