સુરત : કાપડ બજારની રોનકમાં મંદીનો માહોલ, જુઓ તેજી સામે વેપારીઓને કેમ આવ્યો ખોટ ખાવાનો વારો..!

યાનના ભાવ વધવાના કારણે કપડાના ભાવ વધ્યા નવા ભાવનું કપડું ખરીદવામાં વેપારીઓનો ઇનકાર

Update: 2022-08-23 10:15 GMT

સુરત કાપડ બજારની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે, આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે. જેને લઈને વેપારીઓ ઓર્ડર તો આપી રહ્યા છે, પણ જે રીતે સુરતમાં યાનના ભાવ વધવાને લઈને વિવર્સોએ કપડાના ભાવ વધાર્યા છે, ત્યારે નવા ભાવથી આવેલું કપડું ખરીદવા કોઈ તૈયાર નથી. જેને લઇને સુરતના કાપડ બજારના વેપારીઓને તેજી સામે વેપારમાં ખોટ ખાવાનો વારો આવ્યો છે.

સુરતનો રીંગરોડ એટલે, તેનું કાપડ માર્કેટ દુનિયામાં જાણીતું છે. દેશભરમાં કાપડ અહીંયાથી જતું હોય છે, અને તેમાં પણ આગામી દિવસોમાં તહેવાર છે, ત્યારે સુરત કાપડ બજારની રોનક જ કઈ અલગ જોવા મળતી હોય છે. પણ હાલ સુરત કાપડ બજારની રોનકમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે, બહારથી ઓર્ડરો આવવાના શરૂ થઈ ગયા છે, પણ કાપડ બજારના વેપારીઓ કાપડની ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે, કાપડનું યાન મોંઘું થયું છે, જેને લઇને વિવર્ષોએ કાપડનો ભાવ વધારી દીધો છે.

વેપારીઓ ઓર્ડર તો આપી રહ્યા છે, પણ જુના ભાવે માલ માંગી રહ્યા છે. વેપારીઓ પણ ગ્રે કાપડની ખરીદી કરી રહ્યા નથી, જેને લઈને એક બાજુ તહેવારોને લઈને ઓર્ડર આવતા તેજી છે, ત્યારે બીજી બાજુ ભાવને લઈને કાપડ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, તમામ વેપારીઓ પોતાની દુકાને માત્ર આવે છે, જેઓ ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ વર્ષે કદાચ કહી શકાય કે, કાપડ ઉદ્યોગના હાલ બેહાલ થયા છે.

Tags:    

Similar News